જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા ભુવનેશ્વરી સોસાયટીમાં કુળદેવી કૃપા લખેલ મકાનનાં ફળીયામાં જુગાર અંગે દરોડો પાડતાં રૂા.૪૭૪૦ની રોકડ સાથે ૬ મહિલાઓ સહિત ૮ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર દોલતપરાનાં ભુવનેશ્વરી સોસાયટીમાં કુળદેવી કૃપા લખેલ મકાનનાં ફળીયામાં જુગાર અંગે દરોડો પાડતાં હીરાબેન વલ્લભભાઈ રાઠોડ, સુનીતાબેન મહેશભાઈ પરમાર, ભાનુબેન દેવાભાઈ દેગામા, રેખાબેન દિનેશભાઈ રાઠોડ, નીમુબેન ભરતભાઈ રાઠોડ, લાભુબેન ખીમજીભાઈ રાઠોડ, જીણાભાઈ દેવાભાઈ પરમાર, દેવાભાઈ પોપટભાઈ દેગામાને કુલ રૂા.૪૭૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક દરોડામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ વી.આર.કોદાવાલા અને સ્ટાફે કડીયાવાડ નજીક જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૩ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૧પ૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews