જોડીયાનગર પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની પાંચેક શેરીઓમાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થયા ગયા બાદ નવા ડામરના રસ્તા બનાવવાનું પાલીકા તંત્રે દોઢ વર્ષ પૂર્વે આયોજન કરેલ અને તેની તમામ મંજુરીઓ પણ એક વર્ષ પૂર્વે મળી ગઇ હતી. તેમ છતાં આજદીન સુધી આ સોસાયટીની પાંચ શેરીઓમાં નવા રોડ બન્યા ન હોવાથી બેએક હજાર જેટલા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આ સોસાયટીની શેરીઓમાં ભુગર્ભ ગટરની લાઇનો ફીટ કરવા ખોદી નંખાયા બાદ એક વર્ષથી નવા રોડ બન્યા ન હોવાથી વાહનો લઇને પણ લોકોને નિકળવામાં મુશ્કેલી થઇ રહી છે. હાલ ચોમાસાની સીઝન ચાલુ હોવાથી વરસાદના કારણે ખોદાયેલા રસ્તાઓમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજય ફેલાય ગયેલ છે. જેથી રહીશોને ચાલીને નિકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. શેરીઓ આટલી હદે બદતર પરિસ્થિતિના લીધે નાના બાળકો બહાર રમી પણ શકતા નથી. શેરીઓમાં વરસાદી પાણી ફેલાયેલુ રહેતુ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહયો છે. જેથી સોસાયટીવાસીઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો મંડરાય રહયો છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇ વ્હેલીતકે સોસાયટીમાં નવા રોડ બનાવવા રહીશો માંગણી કરી રહયા છે.
જો કે, આ સોસાયટીની પાંચ શેરીમાં પાલીકાના કોન્ટ્રાકટર ડામરના નવા રોડ બનાવવા નવેક માસ પહેલા ગયેલ તે સમયે સોસાયટીના અમુક રહીશોએ સીસી રોડ બનાવવાની માંગણી સાથે કામ અટકાવી ઉચ્ચકક્ષા સુધી લેખીત-મૌખીક રજુઆતો કરાયેલ હતી. ત્યારથી લઇ આજદીન સુધી આ મુદો સરકારી તંત્રમાં અટવાઇ જતા સોસાયટીની પાંચેય શેરીમાં નવો ડામર કે સીસી રોડ બન્યો નથી. જેથી નર્કાગાર જેવી પરિસ્થિતિમાં સોસાયટીવાસીઓ મજબુરીવશ રહે છે. તો બીજી તરફ સોસાયટીમાં રહેતા પૈકીના અમુક રહીશો તંત્ર સમક્ષ વ્હેલીતકે ડામર કે સીસી કોઇપણ રોડ બનાવા માંગણી કરી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews