વેરાવળ-સોમનાથમાં પાલીકાના તંત્રના અણઘડ વહીવટના કારણે વેપારીઓ, લોકો સૌ કોઇ હાલ વરસાદની સીઝનમાં બિસ્માર અને ગંદકીથી ખદબદતા રસ્તાઓથી પરેશાની ભોગવી રહયા છે. જેમાં દરરોજ હજારો લોકોની અવર-જવર થતા એવા જોડીયા શહેરની મુખ્ય બજારોને જોડતો મુખ્યો માર્ગ બે દાયકાથી નવો બનેલ નથી. જેથી અનેક સમસ્યાઓનો માર્ગ બની ગયો હોવાથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે આજે અમો આપ સમક્ષ જોડીયા શહેરના બે માર્ગોની સ્થિતિના લીધે મુશ્કેલી વેઠતા લોકોની આપવીતી અને પાલીકા તંત્રની અણઘડ કામગીરીથી અવગત કરાવવા અહેવાલ રજુ કરી રહયા છે.
વેરાવળમાં હાર્દસમા ગણાતા એવા ગાંધીચોક વિસ્તારમાં મહાત્મા ગાંધી માર્ગ આવેલ છે. આ મુખ્ય માર્ગ એટલે કહેવાય છે કે, વખારીયા, કટલેરી, સોની, મોચી જેવી અન્ય બજારોને જોડતો માર્ગ છે. આ ગાંધી રોડ ઉપર જ છુટક કરીયાણા, પાન-બીડી, હાર્ડવેર, પ્લાડસ્ટીેક જેવા જુદા-જુદા વેપારની અંદાજે ત્રણસોથી વધુ દુકાનો આવેલી છે. આ માર્ગની આજુ-બાજુના વિસ્તારમાં ગરીબ-મઘ્યમ વર્ગના હજારો લોકો વસવાટ કરે છે. આ માર્ગ બે દાયકા પૂર્વે બનાવેલ ત્યારબાદ સમયાંતરે ઠીગડા મારવાનું કામ જ આજદીન સુધી પાલીકા તંત્રએ કર્યુ છે. આ માર્ગની સમસ્યા એ છે કે, શહેરમાં જો સામાન્ય એવો વરસાદ પડે ત્યારે ગાંધી માર્ગ ઉપર ગોઠણડુબ બે ફુટ જેટલા પાણી ભરાઇ જાય અને ભારે વરસાદ પડે ત્યારે કમ્મરડુબ ૪ ફુટથી વધુ પાણી ભરાય જાય છે. આ માર્ગ સાથે સ્વચ્છતાના પ્રતિક એવા મહાત્માા ગાંધીનું નામ અપાયું હોવા છતાં પણ આ માર્ગ કયારેય સ્વચ્છ જોવા મળતો નથી અને કાયમી આ માર્ગ ઉપર ચોતરફ ગંદકી અને ઉભરાયેલા ગટરોના ગંદા પાણી જ જોવા મળે છે. આ માર્ગની સમસ્યા ઉકેલવા વેપારીઓએ અનેકવાર લેખીત- મૌખીક રજુઆતો કરી હોવા છતાં આજદીન સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. શહેરની મુખ્ય બજારમાં દરરોજ આજુ-બાજુ તાલુકાના હજારો લોકો ખરીદી અર્થે આવે ત્યારે અચુક આ મુખ્ય મહાત્મા ગાંધી માર્ગ ઉપરથી પસાર થાય ત્યારે સ્થાાનીક તંત્ર ઉપર ફીટકારરૂપી વાણી વરસાવતા જોવા મળે છે. તાજેતરમાં આ માર્ગની બિસ્માર પરિસ્થિતિથી તોબા પોકારી ગયેલા ગાંધીચોક વેપારી એસો.ના પ્રમુખ રેવાચંદ શર્મા, બસીરભાઇ મકકી, અનિલ રૂપારેલીયા સહિતના વેપારીઓએ કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠઠા સાથે ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવી માર્ગની સમસ્યા એક માસમાં નહીં ઉકેલાય તો ના છુટકે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews