ર૧મી સદીમાં માનવી આધુનિક ટેકનોલોજી અને ટેકનીકથી જેમ પોતાના સુંદર મકાનો બનાવે છે તેમ પક્ષીઓની સૃષ્ટીમાં પણ આર્કીટેક કે ઈજનેરી કળાને ભૂલાવી દે તેવી સુઝબુઝ-કલાત્મકતા વાસ્તુશાસ્ત્ર ભગવાને ‘સુઘરી’ નામના ચકલીકુળનાં પક્ષીઓમાં આપી છે. ભગવાન સોમનાથ મહાદેવની ભૂમિ ઉપર એટલો બધો વિશ્વાસ, ભરોસો, શ્રધ્ધા અને ભગવાને આપેલ કૌશલ્યને કારણે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ સામે આવેલ સૂર્યમંદિર પરીસરનાં હિંગળાજ માતાજીનાં મંદિર પાસે આવેલ જ્ઞાન વાવ ઉપરના વૃક્ષમાં વરસોથી ‘સુઘરી’ માળાઓ બનાવતી રહી છે. સુઘરી હંમેશા સમુહોમાં અલગ-અલગ માળાઓ બાંધીને તેના બચ્ચાને ઉછેરે છે તે સ્થળે આવેલા મંદિરના સંત પોતાના અભ્યાસ-અવલોકનથી કહે છે ‘સુઘરી’ હંમેશા પાતળી ડાળી ઉપર અને નીચે પાણી હોય તેવી વાવ ઉપર ઉગેલા વૃક્ષ ઉપર માળો બાંધે છે. જે માળાનો આકાર મદારીની મોરલી જેવો કલાત્મક હોય છે અને અંદર બે માળ હોય છે જેમાં નર અને માદા અલગ-અલગ રહે છે. આ માળો બનાવવા નાળીયરીનાં પત્તાની ચીર કરી તેનો તાર કાઢી લાવી સ્વેટરની જેમ સુઘરી નર ગુંથણી કરી માળો બનાવે છે. અને ઝાડની ડાળ ઉપર માળાની પકડ એવી ગુંથણીથી કરે છે કે ગમે તેટલો પવન-વરસાદ આવે તો પણ માળો ન પડે. એટલું જ નહીં એ પાતળી ડાળી ઉપર હંમેશા બનાવે જેથી શિકારી પક્ષી તેની ઉપર બેસે કે હલબલ થાય જેથી ઉડી જાય. અન્ય પક્ષી રસિક કહે છે પ્રજનન કાળ માટે સુઘરી અલગ જાતનો માળો બનાવે છે. જયાં પ્રજનન કાળ દરમ્યાન માદાથી અલગ રહે છે. અંદર બે માળ હોય છે જેમાં એકમાં માદા બચ્ચાઓ સાથે અને બીજા રૂમમાં નર રહે છે. આ માળો હેંગીગ-વોટરપ્રુફ હોય છે. જેને સુઘરી બનાવે જેનો માળો સારો બન્યો હોય તેને સુઘરી વરે છે. માળાનો નીચેનો ભાગ એટલો સાંકડો હોય કે જેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે છે અને તે જુલાઈથી ઓકટોબર સુધી માળાઓ બનાવે છે. આ માળાો નજીક-નજીકમાં બાંધવામાં આવે છે. માળા બાંધવાનંુ કામ નર કર છે. અને તે બન્યા પછી માદા તેને કલાત્મક રીતે શણગારે છે. માળાનું જાેડાણ ઉપર ડાળ સાથે હોવાથી પ્રવેશદ્વાર નીચેથી હોય છે. અને એ ભાગ એટલો સાંકડો હોય છે કે તેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે અને બહારથી આવી શકે છે. માળો સુઘરીનું મેટરનીટી હોમ હોય છે જે અંદરથી મુલાયમ, મજબુત, હુંફાળું હોય છે. અંદર ઝીંઝવો-ધ્રો ઘાંસ બીછાવી બેઠક રૂમ તૈયાર કરાયો હોય છે.સુઘરીનાં માળામાં વાસ્તુશાસ્ત્રનાં નિયમ પણ જળવાય છે. જે માળાનું મુખ કદી નૈઋત્ય દિશા તરફ હોતું નથી. કારણ કે મોટેભાગે ચોમાસાનાં પવનો આ દિશામાંથી ફુંકાય છે. નર-માદા માળો બાંધે ત્યારે માદા નરના માળાનું નિરક્ષણ કરતી રહે છે અને આનંદ કલબાલટ કરે છે અને પુરેપુરો બંધાઈ જાય પછી જ માદાને પ્રવેશ મળે છે. પ્રજનન કાર્ય પૂર્ણ થાય અને બચ્ચાઓ પોતાની મેળે ઉડતાં થાય એટલે સુઘરી તેમનો માળો ત્યજી દે છે અને નવા પ્રજનન સમયે ફરી નવો માળો બનાવવો પડે છે.
ચોમાસાની ઋતુમાં સુઘરીએ માળાનાં દરવાજા પાસે છાજલી જેવું બનાવ્યું હોય છે. જેથી વરસાદનું પાણી પડવાનો સંભવ જ રહેતો નથી તો ઉનાળામાં એક ઓરડાની બારી પાડી એરકન્ડીશન જેવી ઠંડક મેળવાય છે. પ્રકૃતિની પક્ષી જગત ઉપર મોટી ભેટ-કલાત્મકતા-પક્ષી જગતનું બેનમુન ઈજનેરી કૌશલ્યની આ છે કરામત…
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews