દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભોગાત ગામના એક શખ્સે મોબાઈલ રીપેરીંગની દુકાનના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ અંગે જિલ્લા એલસીબી પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ભોગાત ગામના વિજય રૂડાચ નામના શખ્સને વિવિધ પ્રકારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કોસ્ટલ હાઈવે રોડ ઉપર વિધિ મોબાઈલ નામની એક મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ડુપ્લીકેટ લાયસન્સ તથા જન્મના દાખલા બનાવવામાં આવતા હોવા અંગેની માહિતી જિલ્લા એલસીબી વિભાગના સ્ટાફને મળતાં તેને આધારે એલસીબી પી. આઈ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ભોગાત ગામની સીમમાં દ્વારકા- પોરબંદર રોડ પરની ઉપરોક્ત દુકાનમાં દરોડો પાડયો હતો. આ સ્થળે રહેલો વિજય સાંજાભાઈ રૂડાચ નામનો ૨૬ વર્ષનો ગઢવી શખ્સ ભાડાની આ દુકાનમાં લોકો પાસેથી વિવિધ પ્રકારના આધાર પુરાવાઓ લઈ, બનાવટી પ્રમાણપત્રો તથા ડુપ્લીકેટ લાયસન્સ બનાવવાની પ્રવૃત્તિ કરતો હોવાનો હોવાનું જાહેર થયું છે. આથી પોલીસે ઉપરોકત આરોપી વિજય ગઢવીની ધોરણસર અટકાયત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews