લલિતભાઈ રાદડીયાનું જામકંડોરણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું


સ્વ.વિઠલભાઈ રાદડીયાના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના નાનાભાઈ લલિતભાઈ રાદડીયાએ સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર એન્ટ્રી કરી અને જામકંડોરણા બેઠક ઉપરથી બિનહરીફ રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર બન્યા અને રાદડિયા પરિવારનો રાજકોટ બેન્કમાં દબદબો જાળવી રાખ્યો છે. લલિતભાઈ રાદડીયા બિનહરીફ ડિરેકટર બની વતન જામકંડોરણા ખાતે આવ્યા ત્યારે ગૌસેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા તેમનું ફૂલહાર અને પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌસેવા સમિતીના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા-પીપરડીએ ફુલહાર પહેરાવી જ્યારે અન્ય સભ્યોએ પુષ્પગુચ્છ આપી લલિતભાઈને સન્માનિત કર્યા હતા. આ તકે ગૌસેવા સમિતી ટ્રસ્ટ, જામકંડોરણાના ટ્રસ્ટી વનરાજસિંહ આચવડ, ચિરાગ પટેલ, નીરવ પટેલ, વિશાલસિંહ વાળા, લાલભા જાડેજા- પીપરડી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!