ઓખામંડળ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતીપાકો તથા મોટાભાગનાં વિજપોલ ધરાશયી થતા ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયેલ હોય, વાડી વિસ્તારનાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ હોય ગ્રામજનોનાં વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવા રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા માણેક દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવેલ છે. વરજાંગભા માણેક દ્વારા રજૂઆતમાં જણાવેલ છે કે, દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ઓખામંડળ તાલુકાનાં તમામ ગામોમાં ભારે વરસાદનાં કારણે ખેડૂતોનાં ખેતરનાં પાળા, તાલુકામાં આવેલા ચેકડેમો તથા તળાવો છલકાઈ જવાને કારણે અમુક તળાવો તથા ચેકડેમ તુટી જવા પામેલ છે. જેનાં કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ખેતીપાકો જેવા કે મગફળી, કપાસ, તલ વગેરે પાકોનું ધોવાણ થયેલ છે. હાલની ઓખામંડળ તાલુકાનાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ જાેતા ખેડૂતો ફરી વખત બીયારણ ખરીદીને વાવેતર કરી શકે તેમ નથી. આ ઉપરાંત તાલુકામાં ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે મોટાભાગનાં વિજપોલ ધરાશયી થઈ ગયેલ છે. જેનાં કારણે ગામડાઓમાં અંધારપટ જેવી સ્થિતિ નિર્માણ પામેલ છે. વિજળી ગુલ થવાને કારણે ખેડૂતોને અનેકગણીમ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. જેથી હાલમાં ગામડાની પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ કરવા તથા ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરી તેમજ કામો વહેલીતકે કરાવવા રજૂઆતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews