દ્વારકામાં ભારે વરસાદને કાણે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર કોંક્રેટના થીગડા મારેલ હોય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુખ્ય વિસ્તારો ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી, સિધ્ધવાટીકા સોસાયટી, ઈસ્કોન ગેટ, જલારામનગર સિહતના વિસ્તારોમાં પાણી ભરાતાં થોડા સમય વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જાહેર માર્ગો ઉપરથી નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરાયો છે પરંતુ નીચાણવાળા વિસ્તારો, ગલીઓમાં છેલ્લા એકાદ સપ્તાહથી પાણીના ખાબોચીયા ભરેલ હોવાથી ગંદકી, મચ્છરનો ઉપદ્રવ વધેલ છે. વરસાદી પાણી દુર્ગંધ મારવા સાથે ઠેર-ઠેર ગંદકીનો ફેલાયો થયો છે અને રાહદારીઓને પાણીમાં પગ પડતાં ખંજવાળ અને બળતરા થઈ રહેલ છે. લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે તેમજ રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે દ્વારકાના શહેરીજનોને સફાઈ, રસ્તા, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધા આપવા નગરપાલિકા દ્વારા તત્કાલ કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews