લોકડાઉન દરમ્યાન નાણાંની જરૂરીયાતની તંગી સર્જાતા ચોરી કરી હોવાની આરોપીની કબુલાત

0

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર ગીતાંજલી હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને કર્મકાંડ કરતા બ્રાહ્મણ રવિભાઈ રોહિતભાઈ પંડયા પોતાના માતા સાથે તા. ૮ જુલાઈનાં રોજ પોતાના વતનમાં ગયેલા ત્યારે પોતાના રહેણાક મકાનના તાળા તોડી, ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧૩,૧૫૦ ના મુદામાલની ચોરી થાયેલાનું જાણવા મળતા, ફરિયાદી રવિભાઈ રોહિતભાઈ પંડયાએ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, બી ડિવિઝન પો. ઇન્સ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ વી.કે.ડાકી, હે.કો. પરેશભાઈ, અલ્તાફભાઈ, પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, અજયસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી (રહે. ગીતાંજલિ હાઉસિંગ સોસાયટી, જૂનાગઢ) ને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ રૂા. ૩,૦૦૦, સોનાની બુટી નંગ ૦૨, ચાંદીની ગાય મળી, કુલ
રૂા. ૧૩,૧૫૦ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકીની પૂછરછ કરતા, લોક ડાઉન દરમ્યાન રૂપિયાની જરૂર પડતા આ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!