જૂનાગઢ શહેરમાં તાજેતરમાં તપાસ માટે ગયેલ અને પેટ્રોલીંગ કરતી વખતે મહિલા પીએસઆઈ ઉપર હુમલો કરી અને ઈજા પહોંચાડવાનાં ગુનાનાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને હુમલો કરનાર આરોપીઓ સહિતનાં ચારની અટકાયત કરી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરનાં એ ડીવીઝનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ વી.કે. ઉંજીયા સહીતનાં સ્ટાફ પંચેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સંદિપ ઉર્ફે સંજય કરમણ મકવાણાએ તેમના ઉપર કાર ચડાવી મારી નાખવાની કોશિષ કરી હતી. અને મહિલા પીએસઆઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અને આ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલીક અસરથી ઝડપી લેવાની કાર્યવાહી જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદરસિંઘ પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી હતી અને બાતમીનાં આધારે આરોપી સંદિપ ઉર્ફે સંજયને ધોરાજીનાં સુપેડી ગામથી ઝડપી લીધો હતો અને પુછપરછ કરતા સંદિપે જણાવ્યું હતું કે પંચેશ્વરમાં રહેતા ભીખા ગોગન મોરી, સરમણ હમીર કટારા અને સાગર હમીર કટારાએ પોતાનો દેશી દારૂનો જથ્થો ઉપલેટા ઈકબાલ ઉર્ફે બાપુ મહમદ હુસેન બુખારીને ત્યાં આપવા જણાવ્યું હતું અને રસ્તામાં કોઈપણ પોલીસ આડી આવે તો ગાડી રોકતો નહી અને માથે ચડાવી દેજે કેસ થાશે તો અમે છોડાવી લેશું તેમ કહેતા આરોપી સંદિપે પીએસઆઈ ઉપર કાર ચડાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર સહીત ચારેય શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews