જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ ખુબ જ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે ડો.ચિંતન યાદવ દ્વારા નવું સાહસ કરી અને માતા-પિતાનાં આર્શિવાદ સાથે આસ્થા હોસ્પિટલનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો. દિલ્હી અને અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલનાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.ચિંતન યાદવ (એમ.ડી.એફઆઈસીએમ, પલ્મોન્રી એન્ડ ક્રિટીકલ કેસ સ્પેશ્યાલિસ્ટ)ની આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ યુનિટનો રવિવાર તા.૧ર-૭-ર૦ર૦નાં રોજ બસ સ્ટેશનનાં બીજા ગેઈટ સામે, શિવ-શક્તિવાળી ગલી, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી ખાતે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુનું શુભ ઉદ્ઘાટન ડો.ચિંતન યાદવનાં માતા-પિતાનાં વરદ્હસ્તે કરવામાં આવેલ હતું અને ડિજીટલ ઉદ્ઘાટનમાં સ્નેહીમીત્રો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ અત્યંત આધુનિક સંપૂર્ણ સુવિધા અને અદ્યતન ટેકનોલોજી અને અંગત કાળજીનાં સમન્વય સાથેની એક સારી હોસ્પિટલ પ્રાપ્ત થાય અને ઉચ્ચતમ આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી શકે તે માટે આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુનો પ્રારંભ થયો છે. ડો.ચિંતન યાદવ કે જેઓએ સર ગંગારામ હોસ્પિટલ દિલ્હી, સ્ટર્િંલગ હોસ્પિટલ અમદાવાદ, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ, એસએસજી હોસ્પિટલ બરોડા અને છેલ્લાં બે વર્ષથી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ઉત્કૃષ્ટ અને ઉમદા આરોગ્ય સુવિધા પુરી પાડી છે. તેઓનાં કુશળ માર્ગદર્શન હેઠળ આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુનો પ્રારંભ થયો છે ત્યારે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સારવાર અને સુવિધા ઉપર એક દૃષ્ટિપ્રાત કરીએ તો ૧૮ બેડની ડિલકસ, સ્પેશ્યલ, સેમી સ્પેશ્યલ અને જનરલ રૂમની સગવડ સાથેની સુવિધાસભર, આધુનિક સાધનોથી સુસજ્જ વિશાળ હોસ્પિટલ, હૃદયરોગના નિદાન માટે જરૂરી ઈસીજી અને રડી ઈસીએચઓની વ્યવસ્થા, જૂનાગઢની સર્વપ્રથમ લેવલ-૧ સ્લીપ સ્ટડીની સુવિધા માટેની સ્લીપ લેબ, જૂનાગઢનું સર્વપ્રથમ એલર્જી સ્કીન પ્રીક ટેસ્ટ અને ઈમ્યુનોથેરાપી (એલર્જીની રસી) સેન્ટર કે જેના દ્વારા ૯૦ ટકા કેસમાં એલર્જી જડમુળથી મટી શકે છે, ૭ બેડનું એરકન્ડીશન્ડ અદ્યતન વેન્ટીલેટર અને મોનીટર સાથેનું લેવલ-૩ આઈસીયુ, આઈસોલેશન આઈસીયુ સ્વાઈનફલુ અને ન્યુટ્રોપેનીક દર્દીઓ માટે, ર૪ટ૭ ઈમરજન્સી, લેબોરેટરી, ફાર્મસી, એકસરે અને એમ્બ્યુલન્સની સુવિધા, ફેફસાની બિમારીના નિદાન માટે જરૂરી કોમ્પ્યુટરાઈઝડ પીએફટી, વિડીયો બ્રોન્ડોસ્કોપી અને મેડીકલ થોરેકોસ્કોપીની સુવિધા, કીડની ફેલ્ચરનાં દર્દીઓ માટે ઈમરજન્સી ડાયાલીસીસની સુવિધા આપવામાં આવશે.
વિવિધ રોગોની ઉપલબ્ધ નિદાન સાથેની સારવાર
હૃદૃયરોગ : હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ધબકારાની વધઘટની સારવાર, એલર્જી ઃ ફેફસા, નાક, આંખ, ચામડીની એલર્જીના નિદાન તેમજ સારવાર, કિડની-લિવર વગેરેને લગતા જીવલેણ રોગોની સારવાર, ફેફસા ઃ ટીબી, દમ, શ્વાસ, ન્યુમોનિયા, ફેફસામાં પાણી ભરાવું, કેન્સર વગેરે, મગજ ઃ પક્ષઘાત, આંચકી, ખેંચ, કોમા (બેભાન) વગેરેની સારવાર, ઈન્ફેકશન ઃ ડેંગ્યુ, મેલેરીયા, ટાઈફોઈડ જેવા ચેપી રોગોમાં થતા ગંભીર કોમ્પ્લીકેશનની સારવાર તેમજ ઝેરી દવા ઃ ઝેરી જતું (સાપ, વીંછી) મેડીકોલીગલ કેસ (એમએલસી) કેસનાં નિષ્ણાંત અને ઓપરેશન પહેલા કે પછી થતાં કોમ્પ્લીકેશનની સારવારની સુવિધા આપવામાં આવશે. રવિવારથી જૂનાગઢનાં આંગણે આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ હોસ્પિટલનો શુભારંભ થયો છે ત્યારે ડો.ચિંતન યાદવને તેમનાં સ્નેહીમિત્રો, શુભેચ્છકોએ નવા સાહસ બદલ અભિનંદન સાથ શુભકામનાં પાઠવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews