જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદરમાં બે ઈંચ વરસાદ

0

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે છુટોછવાયો વરસાદ પડયો હતો. કયાંક વરસાદી ઝાપટાં તો કયાંક બેઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજુ અનેક તાલુકાઓમાં વરસાદ પડેલ નથી અને કોરા ધાકોડ રહેલ છે. માણાવદર અને વંથલીમાં બે-બે ઈંચ વરસાદ પડયો હતો. અનરાધાર વરસાદને પગલે પાણી રેલાયા હતા અને ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી. કેશોદ અને મેંદરડામાં અડધો ઈંચ વરસાદ પડેલ છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય તેમજ વિસાવદરમાં પાંચ મીમી જયારે ભેંસાણ, માંગરોળ ૩ મીમી વરસાદ વરસ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પણ મન મુકીને વરસાદ વરસ્યો નહોતો. માળીયાહાટીનામાં વરસાદી ઝાપટાં સાથે ૮ મીમી વરસાદ પડતાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૬ર.૩૩ ટકા થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!