જૂનાગઢ શહેરમાં આવેલા શાહી જામા મસ્જીદનું રિનોવેશન અને કર્મચારીઓનાં પ્રશ્ને જીલ્લા કલેકટરશ્રીને રજુઆત

0

ગુજરાત સરકારશ્રી હસ્તકનાં મોસ્ક મકબરા વિભાગનાં ખતીબ મોહમ્મદ અમીન કાદરી (જામા મસ્જીદ, જૂનાગઢ)એ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને જૂનાગઢની ઐતિહાસીક હેરીટેજ શાહી જામા મસ્જીદનાં રિનોવેશન તેમજ અલગ-અલગ જગ્યાએ મૌખિક ઓર્ડર મુજબ ફરજ નિભાવતાં કર્મચારીઓનાં નિમણુંક ઓર્ડર અને વેતનનાં પ્રશ્ને રજુઆત કરી છે અને આ બાબતે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે, ગુજરાત સરકારશ્રીનાં કાયદા વિભાગ હસ્તકની ઐતિહાસીક હેરીટેજ શાહી જામા મસ્જિદના ઉપર આજુબાજુની દિવાલો, ગુમ્બજાે, મિનારાઓનું તેમજ મસ્જીદની આગળનું પટાંગણ ભાગમાં આવેલ મારબલ, લાદીઓનું રિપેરીંગ અને રિનોવેશન કરાવવું તેમજ અલગ-અલગ જગ્યાએ મૌખિક ઓર્ડર મુજબ ફરજ નિભાવતાં કર્મચારીઓનું નિમણુંક ઓર્ડર તેમજ વેતન અંગે પ્રશ્ન કરવાની માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે ગુજરાત સરકારશ્રીનાં કાયદા વિભાગ હસ્તકનાં (યાત્રા વિકાસ ધામ બોર્ડ)નાં હેડ નં. ઃ રરપ૦ ગ્રાન્ટ હેઠળ આઝાદીથી હાલ સુધી ચાલતા જૂનાગઢ મોસ્ક મકબરા જેમાં શાહી જામા મસ્જિદ (મહોબત મકબરા – બહાઉદ્દીન મકબરા) જે વિશ્વ પ્રખ્યાત હેરીટેજ અને ઐતિહાસીક ૧૩૦ વર્ષ જુની ઈમારતો છે. આ ઈમારતોનો ભુતકાળમાં ધરતીકંપ, વાવાઝોડાથી અનેક ગુબંજાે, મિનારાઓ, દિવાલોને નુકશાન તેમજ સહેનમાં આવેલ લાદીઓ ઉચકાઈ ગયેલ છે. ભુતકાળમાં કયારે પણ કોઈ રિપેરિંગ થયેલ નથી, હાલમાં મહાબત મકબરા, બહાઉદ્દીન મકબરાઓનું પુર્નઃ નિર્માણ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ ટુરીઝીયમ કો ઓફ ગુજરાત લીં ગાંધીનગર દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ નવાબી કાળની શાહી જામા મસ્જીદ તથા બંને મકબરાઓ અને બીજી ૯ અન્ય મસ્જીદો જે ગુજરાત સરકારશ્રીનાં વહીવટ હેઠળ છે. આ ત્રણે સ્મારકો તેમજ મસ્જીદોનું લાઈટબિલ તેમજ માલ સામાન વગેરે ખર્ચનું સરકારશ્રી તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી જે ગ્રાન્ટ ૧૯૪૭ થી ર૦૦૬ સુધી ફાળવવામાં આવતી તેમજ લાઈટબિલ અને પાણી વેરા વગેરેની ગ્રાન્ટ પણ સરકાર તરફથી ફાળવવામાં આવતી જે ગ્રાન્ટ ર૦૦પથી અમુક કારણોસર બંધ કરેલ છે. જેથી આ ૯ મસ્જીદ તથા ત્રણે સ્મારકોની ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી છે. તેમજ આ મોસ્ક મકબરા જેની અંદર શાહી જામામસ્જીદ તેમજ બંને મકબરાઓ અને અન્ય મસ્જીદોનું સરકારશ્રીનાં વહીવટ હેઠળ છે. તેમ જૂનાગઢ શહેર શાહી જામા મસ્જીદનાં નમાઝી ભાઈઓ તેમજ લતાવાસીઓની ખાસ નમ્ર અરજ છે. આ શાહી જામા મસ્જીદને પણ ૧૩૦ વર્ષ થઈ ગયેલ હોય રિપેરીંગ થઈ જાય તો આ મસ્જીદનું પણ આયુષ્ય ૧૦૦ વર્ષ વધી જાય તેમ છે. આઝાદીથી સરકારશ્રી સંભાળી રહ્યાં છે. જેથી શાહી જામા મસ્જીદને પણ ગ્રાન્ટ ફાળવી તેમજ તાત્કાલિક રીપેરીંગ કામ (રિનોવેશન) વૈજ્ઞાનિક પધ્ધતી મુજબ કાર્યવાહી થાય તેવી અપેક્ષા છે. તેમજ મોસ્ક મકબરાની સેટઅપવાળી ફુલ ટાઈમ સમય ઉપર હાલમાં અગાઉ ચુંટણી સમયે આચારસંહિતા હોય, જે તે સમયના અધિકારીશ્રીના મૌખિક ઓર્ડરોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર ફરજ નિભાવતાં કર્મચારીઓને નિમણુંક ઓર્ડર તેમજ વેતન અંગેનો જરૂરી પ્રશ્નો ઉકેલ અંગે અનેક વખત લેખિત રજુઆતો થયેલ છે જે અંગેનો પ્રશ્નો તાત્કાલિક ઉકેલ લાવી ઘટતું કરવા માંગણી કરી છે. વધુમાં હાલનાં ત્રણ કર્મચારીઓને તા.૧-૩-ર૦૧૬થી હાલ સુધી પગાર ચુકવવામાં આવ્યા નથી જે અંગે અગાઉ અરજી અપાયેલ છે જે વેતન અંગેનો પ્રશ્નનો ઉકેલ તાત્કાલિક લેવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!