પિતાનાં નામનાં ભલુને કારણે ૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારને મુકત કરાવવા માંગ

0

ઉનાનાં નવાબંદર ગામનાં બાબુભાઈ કરશનભાઈ બાંભણીયા માછીમાર માંગરોળનાં બોટ માલીક સલીમ હુસૈનની બોટમાં ખલાસી તરીકે કામ કરો હતો. આ બોટ ફીશીંગ દરમ્યાન પાકિસ્તાન દરિયાઈ જળસીમા નજીક તા. રપ માર્ચ ર૦૧૭નાં રોજ પાકિસ્તાન મરીન સીકયુરીટી દ્વારા આ બોટ સહીત સાત માછીમારોને બંદી બનાવેલ હતાં. જેમાંથી ૬ માછીમારોને બે વર્ષ પહેલા મુકત કરવામાં આવેલ હતાં. પરંતુ બાબુભાઈનાં પિતાનું નામ શરતચુકતથી કિશનભાઈ લખાઈ જતાં તેેને હજુ સુધી પાકિસ્તાનની જેલમાંથી મુકત કરવામાં આવેલ નથી. બાબુભાઈની પત્ની ભાણીબેન બાંભણીયા દ્વારા આ અંગે સ્થાનીક ફીશરીઝ વિભાગને પત્ર પણ લખ્યો હતો, પરંતુ હજુ સુધી તેને મુકત કરવામાં આવેલ નથી. આ અંગે અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસીકભાઈ ચાવડા અને રાજુલાનાં આગેવાન અજયભાઈ શિયાળે રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી તથા વિદેશ મંત્રાલય તેમજ પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશનને ઈમેલ તથા પોસ્ટ મારફતે પત્ર લખી આ માછીમારનું ફરીથી ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી તેમને મુકત કરાવવા રજુઆત કરી છે. ત્યારે છેલ્લા ૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારનાં પરીવારને પણ મુકત થવાની આશા ફરી જીવંત થઈ છે. હવે આ માછીમાર માદરે વતન કયારે પહોંચશે ? તે તો હવે સમય જ બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ બંને દેશનાં કરાર અન્વયે માછીમારોને છોડવાની વિધી ચાલે છે ત્યારે આ માછીમારને પણ છોડવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!