વસ્તી ગણતરી, તિડ ભગાડવા, વિવિધ સર્વે સહિતની કામગીરી શિક્ષકો પાસેથી કરાવવામાં આવી હતી. વધુ એક ફરજ શિક્ષકોને સોંપવામાં આવી છે. કોરોના મહામારીમાં સોૈથી વધુ અસર શિક્ષણ ઉપર થઈ છે. શાળાઓ ખૂલ્લી ગઈ છતાં પણ શિક્ષણકાર્ય બંધ છે અને ઓનલાઈન શિક્ષણ રગડધગડ ચાલી રહ્યું છે. શાળાઓ કયારે શરૂ થશે તે નકકી નથી ત્યારે તંત્રએ શિક્ષકોને અન્ય કામગીરીમાં જાેતરી દીધા છે. જેમાં કવોરન્ટાઈન સેન્ટરમાં દર્દીની તપાસ કરવા જવાની અને સસ્તા અનાજની દૂકાને રાશન વિતરણ વ્યસ્થિત થાય છે. તેની કામગીરી સોંપાતા શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે. ભૂજ કચ્છ જીલ્લામાં આશરે ૧૦૦૦૦ જેટલા સરકારી પ્રાથમિક શિક્ષકો છે તેમાંથી હાલ ર૦૦૦ જેટલા શિક્ષકો કોરોનાની કામગીરીમાં જાેડાયા છે. વેકેશનમાં પણ આ અંગેની કામગીરી સોંપ્યા બાદ હવે શાળાઓ ખૂલી તો પણ આ કામગીરી ચાલું જ રાખવામાં આવી છે. કવોરન્ટાઈન સેન્ટર ઉપરાંત હોમ કવોરન્ટાઈન થયેલા કોરોનાનાં દર્દીઓની દિવસમાં બે વખત મુલાકાત લેવા સૂચનાઓ અપાઈ છે. આ કામગીરીને ડિઝીટલ કરી દેવામાં આવી છે. શિક્ષકો દર્દીનાં ઘરે જાય પછી જ આઈપેડ કે પોર્ટલ ખોલી શકે અને તેમાં ડેટા અપડેટ કરી શકે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી હોવાથી ફરજીયાત દર્દીનાં ઘરે જવું જ પડે છે. આ ઉપરાંત સરકારી શિક્ષકોને સસ્તા અનાજની દુકાને પણ વ્યવસ્થા જાળવવા માટે મુકવામાં આવ્યા છે. જુદી જુદી યોજના હેઠળ રાશન અપાઈ રહ્યું છે તે યોગ્ય છે કે નહી, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય છે કે નહી તે બાબતોનું નિરીક્ષણ અને વ્યવસ્થા શિક્ષકોને કરવા માટે ખાસ ફરજ સોંપવાનાં ઓર્ડર કરવામાં આવ્યા છે. દરમ્યાન તા.૭ મી જૂનથી પ્રાથમિક શાળાઓમાં વેકેશન પુરૂ થયા બાદ ધો.૩ થી ૮નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજયુકેશન આપવાની શરૂઆત થઈ છે. બે મહિનાનાં ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ પ્રથમ કસોટી આગામી તા.ર૯ મીથી બે દિવસ સુધી લેવાનું શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે એ મુજબ તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા.ર૮ પહેલા પ્રથમ પ્રશ્ન પત્રો શિક્ષકોએ જાતે વિદ્યાર્થીઓનાં ઘરે જઈને પહોંચતા કરવાનાં છે અને બે દિવસ પછી તે કલેકટ કરવાની સૂચનાઓ અપાઈ છે. ખાનગી શાળાનાં કેટલાક શિક્ષકોએ કોરોનાનાં જાેખમને લઈને આ કામગીરી વિરોધ કર્યો છે. આ ઉપરાંત કોરોનાને કારણે અભ્યાસક્રમ પુરો થઈ શકયો ન હોવાથી છ માસિક પરીક્ષા જે લેવામાં આવે છે તે અભ્યાસક્રમમાં કાપ મુકવાની વિચારણા ચાલી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews