કેશોદ તાલુકામાં ૪૨૦૦ ગ્રેડ પેની માંગણી સાથે પ્રાથમીક શિક્ષકોએ ઓનલાઇન પ્રતિક ધરણાં કાર્યક્રમ યોજયા હતાં જેમાં સન ૨૦૧૦ કે તે પછી ભરતી થયેલા તાલુકાના ૭૦ કરતાં વધુ શિક્ષકોે જાેડાયા હતાં. સમગ્ર ગુજરાત રાજ્યની જેમ હવે દરેક તાલુકાના પ્રાથમીક શિક્ષકો ઓનલાઇન પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી ૪૨૦૦ ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના ૭૦ કરતાં વધુ શિક્ષકો પણ જાેડાયા હતાં અને પ્રતિક ધરણાં કાર્યક્રમમાં જાેડાઇ ૪૨૦૦ ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૧૯માં રાજય સરકાર દ્વારા ૪૨૦૦ ગ્રેડ પે ઘટાડી ૨૮૦૦ કરી નાખ્યો હતો જેનો ઠરાવ ચાલું સાલમાં કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને ફેબ્રુઆરી માસમાં શિક્ષકોની ગાંધીનગર ખાતે એક મીટિંગ યોજાઇ હતી ત્યારબાદ લોકડાઉન થતાં શિક્ષકોએ સંગઠિત બની વિરોધ નોંધાવવા ઓનલાઇનનો સહારો લીધો છે. જેમાં દર મહિને શિક્ષકોને ૭ થી લઇ ૮ હજાર પગાર ઓછો મળે છે તેથી સોશ્યલ મીડિયામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફોટો કે વીડિયો અપલોડ કરી ૪૨૦૦ ગ્રેડનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને ગત શુક્રવાર અને સોમવાર રાજ્ય સરકારે મીટિંગ યોજી હતી પરંતુ તેમાં સફળતા ન મળતાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેજ કરવામાં આવી રહ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews