હાર્દિક પટેલ તેમનાં જન્મ દિવસે સોમનાથ મહાદેવનાં દર્શન કરી નવી ઈનીંગ્ઝનો પ્રારંભ કરશે

ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તેનાં જન્મ દિવસ ર૦ જુલાઈનાં રોજ સોમનાથ મહાદેવનાં દર્શન, પૂજન, ધ્વજારોહણ કરી પોતાની નવી ઈનીંગ્ઝનો પ્રારંભ કરશે. અહીથી તેઓ વેરાવળ ખાતે પક્ષનાં કાર્યકરોને મળશે. ત્યારબાદ સાંજ સુધીમાં તેઓ રાજકોટ પહોંચશે. વિરમગામનાં સામાન્ય કુટુંબમાંથી ર૦ જુલાઈ ૧૯૯૩નાં રોજ હાર્દિકનો જન્મ થયો હતો. અને અમદાવાદ રૂરલ સબ મર્શીબલ પંપનાં વ્યવસાયમાં જાેડાયો હતો. અને અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બીકોમ કરી અનામત આંદોલનથી ઘર ઘરમાં જાણીતો બન્યો હતો. યુવા શકિતનો ઉભરતો ચહેરો એવા હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષે કાર્યકારી પ્રમુખ બનાવી મોટી ઉમ્મીદ રાખી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!