ગીર સોમનાથ જીલ્લામાં ૯ પોઝીટીવ કેસ, ૧૭ દર્દીઓ ડીસ્ચાર્જ

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કેસ આવવાનો સીલ સીલો અવિરત ચાલુ છે. જીલ્લાના ચાર તાલુકામાંથી બુધવારની રાત્રી દરમ્યાન ૬ અને ગઈકાલે ગુરૂવારે દિવસ દરમ્યાન ૩ કેસો મળી કુલ ૯ પોઝીટીવ કેસો આવ્યા છે. જયારે કોરોનાની સારવાર હેઠળના ૧૭ દર્દીઓ સ્વસ્થ થતા ગઈકાલે ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાંથી બુઘવારની રાત્રી અને ગુરૂવાર દિવસ દરમ્યાન ૯ જેટલા કોરોના પોઝીટીવ કેસ આવેલા છે. જેમાં જીલ્લા મથક વેરાવળની હુડકો સોસાયટીમાંથી બે અને દિવાનીયા કોલોનીમાંથી ૧, તાલુકાના લુભા ગામમાંથી ૧, સુત્રાપાડા ગામમાંથી ૧, સીંગસર ગામમાંથી ૧, તાલાલા ગામમાંથી ૧, જસાપર ગામમાંથી ૧, ઉનાના ગરાળ ગામમાંથી ૧ કોરોના પોઝીટીવ કેસ આવેલ છે. જયારે જીલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ કુલ ૮૯ માંથી ૧૭ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઇ ગયા હોવાથી ગઈકાલે તમામને ડીસ્ચાર્જ કરી દેવામાં આવેલ હતા. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૯૨ અને એકટીવ કેસ ૭૨ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!