હાલ સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહયો છે ત્યારે સમગ્ર ભારત સહીત ગુજરાતભરમાં કોરોનાનું મીટર ઉંચે જઈ રહયું છે ત્યારે જૂનાગઢ શહેર પણ કોરોનાની મહામારીમાં બાકાત નથી રહયું ત્યારે લોકોમાં જાગૃતિ આવે એટલા માટે જૂનાગઢ શહેરનાં વોર્ડ નં. ૪ અને ૬નાં કોર્પોરેટરો દ્વારા ‘જાગો વેપારી મિત્રો જાગો’નું અભિયાન હાથ ધરાયું છે. અને આ વિસ્તારમાં રૂબરૂ જઈને લોકોમાં કોરોનાથી બચવા માટે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરનાં વોર્ડ નં. ૪ કોર્પોરેટરો પ્રફુલાબેન હસમુખભાઈ ખેરાળા, હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ પોશીયા, મંજુલાબેન પરસાણા તથા વોર્ડ નં. ૬નાં કોર્પોરેટરો ગોપાલભાઈ રાખોલીયા, હાસાનંદભાઈ નંદવાણી (રાજુભાઈ), શાંતાબેન મોકરીયા, કુસુમબેન અકબરી તથા કાર્યકરો દ્વારા આ વિસ્તારનાં વેપારી મિત્રો તેમજ નાના મોટા તમામ ધંધાર્થીઓનાં ધંધા-રોજગારના સમયમાં ફેરફાર કરી તા. ૧૭-૭-ર૦થી તા. ૧૬-૮-ર૦ સુધી સવારે ૭ થી બપોરે ર વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખી બપોરનાં ર વાગ્યા બાદ સ્વૈચ્છીક દુકાન-વેપાર સદંતર બંધ કરવાનો નિર્ણય લીધેલ છે. તેમજ દુકાન ઉપર આવતા તમામ ગ્રાહકે સેનેટાઈઝરથી હાથ ચોખ્ખા કરાવવા, દરેક ગ્રાહકોને મોઢા ઉપર માસ્ક પહેરવાનો આગ્રહ રાખવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી છે. ‘ચેતતો નર સદા સુખી’નાં સુત્રને ધ્યાને લઈ વોર્ડ નં. ૪ અને ૬માં પત્રિકા વિતરણ કરી લોકોને સહયોગ આપવા અને કોરોના મહામારીને રોકવા મદદરૂપ થવા અપીલ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews