ખંભાળિયાના પાદરમાં આવેલી એક રહેણાંક સોસાયટી પાસેના પુલ ઉપર ગઈકાલે બપોરે તોતિંગ ગાબડું સર્જાતા આ પુલ ઉપરથી એક મીની ટ્રક નીચે ખાબક્યો હતો. આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ મહાદેવ મંદિર નજીકના માર્ગ ઉપરથી એક સોસાયટીમાં પ્રવેશ દ્વાર પાસે આવેલા પુલ ઉપર ગુરૂવારે બપોરે રેતી ભરેલો મીની ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ મેઈન રોડને સાંકળતા નાનકડા પુલ નીચે તાજેતરના વરસાદના કારણે ધોવાણ સર્જાતા પુલ ઉપરથી પસાર થયેલા ટ્રકનો ભાગ બેસી ગયો હતો. આ નવા બનેલા પુલ ઉપરથી નીકળેલા મીની ટ્રકનો પાછળનો ભાગ નીચે ઉતરી જતા થોડો સમય ગભરાટ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જોકે નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews