જામકંડોરણા તાલુકામાં કોરોનાનાં સતત વધતા કેસથી લોકોમાં ચિંતાની લાગણી

જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં વધુ ૧ કેસ કોરોના પોઝીટિવ નોંધાયો છે. રાયડી ગામના વિશાલ વલ્લભભાઈ વસોયા નામના ૩૦ વર્ષનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને સારવાર હેઠળ છે. આમ જામકંડોરણા તાલુકામાં સતત કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૨૫ને પાર થઈ ચૂક્યો છે. જામકંડોરણા આરોગ્ય તંત્ર સતત ખડે પગે દોડધામ કરી રહ્યું છે. તેમજ જનતાને માસ્ક પહેરવું અને કામ વિના ઘરની બહાર ન નીકળવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!