સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યુ

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્ર બિલ્ડીંગનું ગઈકાલે ગાંઘીનગર મુકામેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લુું મુકયું હતું. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ વીડીયો સંબોધનમાં જણાવેલ કે, હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં વિકાસની રફતાર અવિરત ચાલુ છે. આપત્તિને અવસરમાં પલટાવી જુદા-જુદા વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવી રહેલ છે. જેમાં સોમનાથ ખાતે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્ર (ટુરિસ્ટ ફેસેલીટેશન સેન્ટર)માં ટોઈલેટ-બાથરૂમ અને કલોક રૂમ, ફ્રી પીકઅપ/ડ્રોપ બસ સેન્ટર, સોલાર પાર્કિંગ, વેઈટીંગ રૂમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, લાઈબ્રેરી, સત્સંગ હોલ, શોવેનીયર શોપ અને પ્રવાસી માહિતી કેન્દ્ર સહિતની સુવિધાઓ પ્રવાસીઓને નિઃશુલ્ક મળશે. ઉપરાંત ૫૦૦ ટુ વ્હીલર, ૭૫૦ કાર અને ૮૧ બસની મર્યાદા ધરાવતું વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જીએેમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે. આ યાત્રી કેન્દ્રનું સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રિબીન કાપી ખુલ્લું મુક્યું હતું. આ તકે બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, ડાયાભાઈ જાલોંધરા, ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ, પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિતના સહભાગી થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!