ઉનાના ભાચા ગામે દિકરી ઉપર દુષ્કર્મ આચરના પિતા સામે પોલીસમાં ફરિયાદ

ઉનાના ભાચા ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વર્ષની કુંવારી યુવતીએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ૩ વરસથી રાત્રીના સમયે તેનો બાપ બધાભાઇ દુદાભાઇ (ઉ.૩પ, રહે. ભાચા વાળો) પોતે સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં તેમની વાસનાની ભુખ સંતોષવા દીકરી સાથે દુષ્કર્મ કરી ૭ મહિનાનો ગર્ભ રાખી દેતા તેના પરિવારે પુછપરછ કરતાં તેના પિતા આવું દુષ્કર્મ ૩ વર્ષથી કરતો હોવાનું કહેતા ઉના પોલીસ સ્ટેશને આવી હતી. તેણીએ સઘળી હકિકત ઉનાનાં પી.આઈ. વિજયસિંહ ચૌધરીને જણાવતાં તુરંત તેનું નિવેદન લઇ સગા બાપ સામે કલમ ૩૭૬ ત્થા પોસ્કોનાં ગુનાની કલમો લગાડી યુવતીને મેડીકલ તપાસ માટે લઇ જવાઇ છે અને બધાભાઇ દુદાભાઇની અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવી પુછપરછ શરૂ કરી છે. હવે હળાહળ કળયુગ આવી ગયો છે. સગી દીકરીને વાસનાનો ભોગ બનાવનાર પિતા સામે ફિટકાર વરસી રહ્યો છે. દીકરીને વાસનાનો ભોગ બનાવનાર પિતાને બે દીકરી તથા એક દીકરો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!