માંગરોળમાં ‘રાખી દેશ પ્રેમ કી’નો કાર્યક્રમ યોજાયો

માંગરોળ વિસ્તારનાં વોર્ડ નંબર ૫ અને ૭માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં બહેનો દ્વારા રાખડી બનાવી અને દેશના વીર જવાનો માટે રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે રાખડી અને એક સંદેશો કે જે આપણા વીર જવાનોના જુસ્સામાં ઉત્સાહ વધે કરે તેવો સંદશો પણ તૈયાર કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ સોમૈયા, માધાભાઈ ભદ્રેશા વગેરે આગેવાનો તથા હયુવા કેન્દ્રના સભ્યો તમામ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!