માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા જાળમાં ફસાયેલ સાપને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો

0

જૂનાગઢ જીલ્લાના માંગરોળના કામનાથ રોડ ઉપરથી પસાર થઈ રહેલા જીવદયા પ્રેમી અને ખુબજ સેવાભાવિ અને કોઈપણ સેવા કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવે હંમેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવા હનીફભાઈ કાદુ કે જેઓ આ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા એવામાં કામનાથ રોડ ઉપર નારીયેલીના બગીચાવાળું ખેતર હોય વંડી ઉપર જાળ લગાવેલી એ જાળમાં એક સાપ(ચિતળ) ફસાયેલ જોવા મળેલ હતો. ત્યાર બાદ તેઓ દ્વારા બહાર નીકળવા માટે તરફળિયા મારતા આ સાપને બહાર કાઢવા થોડી કોશિશ કરવામાં આવેલ હતી પરંતુ એ કોશિશને સફળતા ન મળતા તેઓ દ્વારા તાત્કાલિક માંગરોળ ફોરેસ્ટ વિભાગને આ બાબતની જાણ કરવામાં આવેલ ત્યારબાદ માંગરોળ ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગના વન રક્ષક વિક્રમસિંહ, પી.ડી.ચુડાસમા તથા ટ્રેકર ભરતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ જાળમાં ફસાયેલા સાપ(ચિતળ)ને સહી સલામત રીતે બહાર કાઢી સ્થળ ઉપર સાપને ફસાયેલી જાળમાંથી મુક્ત કરી સાપને સારવારની જરૂરિયાત હોય વધુ સારવાર માટે એનિમલ કેર સેન્ટર અમરાપુર ખાતે લઈ જવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!