ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાઓમાંથી જ ૧૯ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જયારે ૧ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૧૬ ઉપર પહોંચ્યો છે. જેમાં ૯૧ એકટીવ કેસ અને ૧૧૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે. જીલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક ૮ ઉપર પહોંચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા અઠવાડીયાથી દરરોજ સરેરાશ ૧૦ થી ૧૨ પોઝીટીવ કેસો આવી રહયા છે. દરમ્યાન ગઈકાલે જીલ્લાના ત્રણ તાલુકાઓ વેરાવળ, ઉના અને કોડીનારમાંથી ૧૯ જેટલા પોઝીટીવ કેસો આવ્યા છે. જેમાં વેરાવળમાં દોલતપ્રેસમાંથી ૭૨ વર્ષીય પુરૂષ, જૈન દેરાસર પાસેથી ૫૮ વર્ષીય પુરૂષ, કોડીનાર શહેરના કૃષ્ણનગરમાંથી ૩૨ વર્ષીય મહિલા, જલારામ ચોક પાસેથી ૩૫ વર્ષીય પુરૂષ, ભુખારી કચેરીમાંથી ૪૦ વર્ષીય મહિલા, તાલુકાના કડોદરા ગામમાંથી ૨૦ વર્ષીય મહિલા, દેવલપુર ગામમાંથી ૨૨ વર્ષીય અને ૨૫ વર્ષીય પુરૂષ, ઉના શહેરના વિઘાનગરમાંથી ૪૫ વર્ષીય પુરૂષ, આરબવાડામાંથી ૩૬ વર્ષીય પુરૂષ, પટેલ સોસાયટીમાંથી ૫૦ વર્ષીય પુરૂષ, પારસ સોસાયટીમાંથી ૩૫ વર્ષીય પુરૂષ, અંબાજી નગરમાંથી ૫૮ વર્ષીય મહિલા અને ૬૨ વર્ષીય મહિલા, બસ સ્ટેથશન પાસેથી ૬૦ વર્ષીય પુરૂષ, ગુલમોહર પાર્કમાંથી ૨૯ વર્ષીય અને ૪૭ વર્ષીય પુરૂષ, તાલુકાના કેસરીયામાંથી ૩૮ વર્ષીય પુરૂષ, સુરતથી ગીરગઢડા ગામમાં આવેલ ૩૫ વર્ષીય પુરૂષ કોરોના પોઝીટીવ આવેલ છે. જયારે ઉના તાલુકાના ગરાળ ગામના વૃધ્ધ ત્રણ દિવસ પૂર્વે વેરાવળ કોવીડ-૧૯ હોસ્પીંટલમાં સારવાર અર્થે આવેલ હતા. ત્યારબાદ ગતરાત્રીના સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજેલ હતુ. આ મૃત્યુનું કારણ ડેથ ઓડીટ કમીટી જાહેર કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews