ભારતને ચાબહાર-જાદિહાન રેલ્વે લિંક પ્રોજેક્ટમાંથી બહાર કર્યા બાદ ઇરાને હવે બીજાે ઝટકો આપ્યો છે. ઇરાને ગેસ ફિલ્ડ ફરઝાદ-બી બ્લોકના વિકાસ ઉપર એકલા જ આગળ વધવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ પ્રોજેક્ટમાં ભારતની ગેસ કંપની ઓએનજીસી સામેલ હતી પરંતુ હવે ઇરાને કહ્યું છે કે આ પ્રોજેક્ટ તે એકલો જ પુરો કરશે. વિદેશ મંત્રાલય તરફથી પણ ઇરાનના આ પગલાંની પુષ્ટી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૦૯થી જ ગેસ ફિલ્ડનો પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફરઝાદ-બી બ્લોકમાં ૨૧.૬ ટ્રિલિયન ક્યૂબિક ફૂટનો ગેસ ભંડાર છે. ઇરાને હવે ચાબહાર રેલ લિંક તથા ફરઝાદ-બી બ્લોક બીજા તબક્કાના વિકાસમાં ભારત સાથે થયેલા કરારને રદ કર્યો છે. ભારતે આ અંગે જણાવ્યું છે કે, ૨૦૦૩માં બંને દેશો વચ્ચે આ કરાર થયો હતો જેમાં ચાબહાર પોર્ટ કોમ્પલેક્ષ અને ચાબહાર-ફાહરંજબામ રેલ્વે લિંક પશ્ચિમ એશિયન દેશ અને ભારત સાથે મળીને કામ કરવાની વાત હતી. જાેકે, ભારતે ઇરાન ઉપર અમેરિકા દ્વારા લદાઇ રહેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા ઇરાને આખરે ભારતને આ પ્રોજેક્ટોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ઇરાને આ પગલું ભરવાનું કારણ તેના ચીન સાથેના સંબંધો છે જેમાં ચીને તેની સાથે આગામી ૧૦ વર્ષ માટે ૪૦૦ બિલિયન ડોલરના પ્રોજેક્ટનો કરાર કર્યો છે. ચાબહાર પોર્ટના પ્રથમ તબક્કાનું કામ ભારતે પૂર્ણ કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews