ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાને લઈને કેન્દ્રીય તજજ્ઞોની ટીમ બે દિવસ માટે આવી પહોંચી છે. કેન્દ્રીય ટીમે અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ-સારવાર વગેરે અંગે બેઠકોનો દોર હાથ ધરી સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમના સભ્ય એવા નીતિ આયોગના વિનોદ પોલે આજે જણાવ્યું હતું કે, આ કોરોના વાયરસ હજુ ઘણા સમય સુધી રહેશે. ગુજરાતમાં કામગીરીની અસર દેખાઈ રહી છે, જેને લઈને મૃત્યુદર ૧.પ ટકાથી પણ ઓછો થયો છે જ્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ રાજ્યમાં સારવાર કરનારા ડોક્ટરોને પૂરતો આરામ મળતો ન હોવાનો દાવો કરતા વધુમાં કહ્યું કે, ઈન્જેક્શનોનો દુરૂપયોગ ન થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. કેન્દ્રીય તજજ્ઞોની ટીમે ગાંધીનગરમાં રાજ્યના તજજ્ઞ તબીબો સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકારે વધતા કોરોના કેસને લઈને નવ તબીબોની વિશેષ ટીમ બનાવી છે. એડવાઈઝ કરે છે અને તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે બેઠક કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews