અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન ડાૅ.શાહ અને તેમના પત્નીએ કોરોનાને હરાવ્યો, કોરોનાથી ડરવાનું નથી લડવાનું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં કોરોનાનો રિપોર્ટ કઢાવીને દર્દીને પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટની જાણ કરતા ડીન પોતે જ કોરોના સંક્રમિત થઈ જાય ત્યારે શું થાય !!! કોરોનાની કપરી પરિસ્થિતિઓમાં દર્દીને કોરોનાના લક્ષણ જણાઈ આવે ત્યારથી લઈ કોરોનાનો રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધીનો સમયગાળો દર્દી અને તેમના સગા માટે ચિંતામય રહેતો હોય છે. આવી પરિસ્થિતિઓમાં બી.જે. મેડિકલ કોલેજના ડીન અને માઈક્રોબાયોલોજી વિભાગના ૬૦ વર્ષીય સ્ફ્રૂર્તિવાન પ્રોફેસર ડાૅ.પ્રણય શાહ ગુજરાતમાં કોરોનાના પગરણ મંડાયા ત્યારથી ત્રણ મહિના સુધી સતત ૧રથી ૧૪ કલાક સુધી લેબોરેટરીમાં ટેસ્ટ નિકાળવા માટે ખડેપગે હાજર રહી ત્વરિત રિપોર્ટ મળી રહે તે સુનિશ્ચિત કરી અનેક દર્દી અને તેમના સંબંધિઓને મદદરૂપ બન્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો પ્રથમ ટેસ્ટ નિકાળનાર ડાૅ.પ્રણય શાહ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં રિપોર્ટ નિકાળતાં કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ કોરોનાને મ્હાત આપી પુર્નઃ ફરજ ઉપર હાજર થઈ ઉત્સાહભેર દર્દીઓની સેવામાં લાગી ગયા છે. ડાૅ.શાહએ જણાવ્યું હતું કે, ‘સૌથી પહેલાં મને સ્વાદ અને સુગંધ અનુભવાતી બંધ થઈ ગઈ ત્યારે મને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાઈ આવ્યા હતા. મારી પત્નીને પણ ત્રણ દિવસ સુધી સતત તાવ આવતાં અમે બંનેએ ટેસ્ટ નિકાળવાનું નક્કી કર્યું. તા.૧૨ જૂનના રોજ અમારા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે અમે હોમ આઈસોલેશન થયા હતા પરંતુ મારી પત્નીની તબિયત દિન-પ્રતિદિન લથડતાં યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે અમે બંને સારવાર અર્થે દાખલ થયા. ૧૨ દિવસ પછી ફરીથી ટેસ્ટ નિકાળતાં અમારા બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. હકારાત્મક અભિગમ અને મજબૂત મનોબળના પરિણામે બંને ઝડપભેર સાજા થઈ ગયા. કોરોનાને પરાસ્ત કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. આપણે સૌએ કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હુંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ આપણે ચોક્કસથી જીતી જઈશું તેમ ડાૅ.શાહ જણાવે છે. સૌ નાગરિકોને સંદેશ પાઠવતાં ડાૅ.શાહ જણાવે છે કે, ‘આજે સમગ્ર દેશ અને દુનિયા કોરોનાની સામે જંગ લડી રહી છે ત્યારે આપણે સૌએ સાથે મળીને કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ. સૌ સાથે મળી કોરોનાને હરાવીશું અને આપણે ચોક્કસ ર્જીંઈ મેળવીશું તેવો મને અતૂટ વિશ્વાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બી.જે. મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરેટરીમાં માર્ગદર્શિકા પ્રમાણે કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ નિકાળવાની તમામ કામગીરી ડાૅ.પ્રણય શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે અંદાજિત ૬૦,૦૦૦થી વધુ ટેસ્ટ બી.જે. મેડિકલ ખાતે નીકાળવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews