ભાજપના મંત્રી બાવળિયા ભાન ભૂલ્યા : નાના હોલમાં લોકોને ભેગા કર્યા : સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા

0

દેશની સાથે રાજયમાં કોરોના મહામારીએ કેર મચાવ્યો છે. આ મહામારીથી બચવા સાવચેતી અને સભાનતા ખુબ જરૂરી છે ત્યારે લોકો આ મહામારીથી પોતાને બચાવે તે માટે સરકાર દ્વારા પણ ખાસ જાહેરનામા પ્રસિદ્ધ કરી તેની અમલવારી કરાવામાં આવી છે. અને નિયમો ન પાળનારને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે આ જાહેરનામાનો ભંગ ખુદ સરકારમાં જ બેઠેલા મોટા મંત્રી જ બેખોફ રીતે કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાએ એક નાના એવા હોલમાં અંદાજે ૧૦૦ જેટલા લોકોની ભીડ એકત્ર થયેલી હતી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવી ગળામાં માસ્ક લટકાવી સભા સંબોધી નાખી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ સામાન્ય લોકોમાં પણ રોષ છે અને મંત્રીઓ માટે કોઈ નિયમ નહીં તેવી ચર્ચા વેગવંતી બની છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ બોટાદના ગઢડામાં આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં નાના એવા હોલમાં અંદાજે ૧૦૦ જેટલા લોકો ભેગા થયા હતા. વળી તમામ લોકો એક બીજાને અડી અડીને બેઠા હતા. જેને લીધે સોશિયલ ડિસ્ટન્સના નિયમના લીરેલીરા ઉડયા હતા. વધુમાં આ બેઠકમાં કુંવરજી બાવળિયાએ માસ્ક તો બાંધ્યું હતું પણ તે ગળામાં લટકતું હતું. આમ ખુદ મંત્રીએ જ માસ્કના નિયમનું ઉલાળિયું કર્યું હતું જાે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયાનું જાણવા મળ્યું છે આ વીડિયો જાેઈ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ પ્રવત્ર્યો છે. કારણ કે કોઈ સામાન્ય નાગરિકને ઘેર જાે લગ્ન જેવો યાદગાર પ્રસંગ હોય તો પણ માંડ પ૦ લોકોને એકત્ર કરવાની છુટ મળે છે જયારે મંત્રીએ તો ૧૦૦ જેટલા લોકોની સભાને સંબોધી નાખી છે. સામાન્ય નાગરિકો જાહેરનામાનો ભંગ કરે તો તેમની સામે દંડ રૂપી હથિયાર ઉગામવામાં આવે છે. ત્યારે હવે મંત્રી કુંવરજી બાવળિયા સામે બોટાદ જિલ્લાનું તંત્ર પગલા લેશે કે કેમ ? તે પ્રશ્ન ચર્ચામાં છે જાે કે હાલ તો એ પ્રશ્ન ઉપર પ્રશ્નાર્થ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!