માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે લોકસેવા અર્થે આગેવાનોની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણનો કાર્યક્રમ યોજાયો


માંગરોળમાં વસ્તીનાં પ્રમાણમાં એમ્બ્યુલન્સની ઘટ પડતી હોવાથી માંગરોળ ઓઇલ મિલ ગુલાબ પરિવાર દ્વારા તેમના પરિવારનાં સ્વ.વડીલોનાં સ્મર્ણાથે લોકસેવા માટે જરૂરીયાતમંદ લોકોને સેવા મળે તે હેતુથી ગૌરક્ષા સેનાને અર્પણ કરી હતી. આ કાર્યભાળ સોપવા બદલ ગૌરક્ષા સેનાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ અર્પણ વિધિમાં ગુલાબ પરિવારનાં સદસ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા તથા દાતાઓ દ્વારા આ એમ્બ્યુલન્સનાં નિભાવ ખર્ચ માટે દાનની સરવાણી વહી હતી. એમ્બ્યુલન્સ હેલ્પ લાઇન નં. ૭૮૦૧૯ ૧૦૧૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!