જૂનાગઢ : કોરોના સામે જનજાગૃતિ અભિયાનનો બીજો દિવસ

સર્વોદય બ્લડ બેન્ક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ દ્વારા છેલ્લા ૨ દિવસથી મુખ્ય માર્ગો ઉપર જનજાગૃતિ અભિયાન શરૂ કરેલ છે. અભિયાનમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી તેમજ રેડક્રોસ સોસાયટીના કાર્યકરો જોડાયા હતા આ અભિયાન હજુ પણ મુખ્ય વિસ્તારમાં ચાલુ રાખવામાં આવેલ છે.
ગઈકાલે તા. ૧૭-૭-૨૦ના રોજ આઝાદ ચોક, પંચહાટડી ચોક, મંગનાથ રોડ, કાળવા ચોક, નાગર રોડ, માલિવાડા, દીવાન ચોક, અને છાયા બઝાર જેવા ગીચ વિસ્તારોમાં આ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!