Thursday, January 21

જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યા કેસનાં આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરનાં જાેષીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવનાં અનુસંધાને મૃતકનાં પિતાની ફરીયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ હત્યા કેસનાં આરોપીને પોલીસે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ જાેષીપરાનાં નંદનવન મેઈન રોડ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈઓ તૌફીક અલીભાઈ ચોટીયારા (ઉ.વ. ર૯) અને રીઝવાન હસન ચોટીયારાની સાથે રાત્રે બે વાગ્યે માથાકુટ થઈ હતી અને આરોપી રીઝવાન ચોટીયારા ઉશ્કેરાઈ ગયો હતો અને છરીનો એક જ ઘા તૌફીક ચોટારીયાને છાતીનાં ભાગે ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. અને તેનું મૃત્યુ થયું હતું અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો આ બનાવનાં પગલે સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક તૌફીકનાં પિતા અલીભાઈ ઉંમરભાઈ ચોટારીયાની ફરીયાદનાં આધારે પોલીસે આરોપી રીઝવાન ચોટીયારા વિરૂધ્ધ કલમ ૩૦ર ખૂન કરવાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ હતો દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ દ્વારા હત્યાનાં કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ હત્યા કેસનાં આરોપીને પોલીસે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!