જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાત્રીનાં સમયે લુંટનો બનાવ બનવા પામેલ હતો અને જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી આ દરમ્યાન રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલાં લુંટનાં બનાવની વિગતમાં જાેઈએ તો, રંગોલી આઈસ્ક્રીમની દુકાન પાસે સામેથી મોટરસાયકલ ઉપર આવતાં બે શખ્સોએ મોટરસાયકલ અથડાવેલ અને ત્યારબાદ મોટરસાયકલ અથડાવવા બાબતે ખર્ચો આપવા ફરીયાદી ઉપર દબાણ થયું હતું તેથી આ બંને શખ્સોએ ફરીયાદીને નાકનાં ભાગે પથ્થર કે અન્ય ધારદાર વસ્તુ મારી અને મોબાઈલ ફોનની લુંટ કરી આ બનાવનાં અનુસંધાને ક્રાઈમ બ્રાંચ દ્વારા તાત્કાલિક તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા અને સીસીટીવી ફુટેજનાં આધારે તેમજ ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે એવું ફલિત થયું હતું કે મજેવડી દરવાજા નજીક વાલ્મિકીવાસમાં રહેતાં રાજુ જયસુખભાઈ ધુમડીયા તથા રાહુલ ખીમજીભાઈ ધુમડીયા નામનાં આ શખ્સો સંડોવાયેલાં છે અને આ બંને શખ્સો જૂનાગઢ આયુર્વેદિક ગરનાળા પાસે ઉભા છે તેવી માહિતી મળતાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બનાવનાં સ્થળે જઈ અને આ બંને શખ્સોની પુછપરછ હાથ ધરતાં વિગતો ખુલવા પામી હતી. રાજુભાઈ જયસુખભાઈ ધુમડીયા (વાલ્મિકી, ઉ.વ.ર૪) તથા રાહુલ ખીમજીભાઈ ધુમડીયા (વાલ્મિકી, ઉ.વ.ર૧)ને અટક કરી તેમની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ તેમજ મોટરસાયકલ વગેરે કબ્જે કરવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પોલીસ આર.કે. ગોહિલ તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, વી.કે.ચાવડા, બી.કે.સોનારા, ભરતભાઈ બી.ઓડેદરા, જે.એચ.મારૂ, વી.એન.બડવા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા તથા સાહિલ સમા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઈ કરંગીયા વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આરોપીને પકડી પાડવાની કામગીરી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews