જૂનાગઢ ડિવીઝનમાં જાહેરમાં થુંકવા અને માસ્ક ન પહેરવાનાં ૯૭૬૭ કેસો : રૂા. ૧૯,પ૩,૪૦૦નો દંડ વસુલ

કોરોના મહામારીનાં સમયમાં લોકોની સુરક્ષા અને જનઆરોગ્ય સ્વસ્થ રહે તે માટેનાં મહત્તમ પ્રયાસોનાં ભાગરૂપે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-૧૯નું જાહેરનામું જીલ્લા કલેકટરશ્રી દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલ છે અને પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં કલેકટરશ્રીનાં જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લામાં ૯૭૬૭ જાહેરનામા ભંગનાં કેસ થયા છે અને ૧૯,પ૩,૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં આઈજીપી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને જૂનાગઢ વિભાગનાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરનાં એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન, તાલુકા પોલીસ, ભવનાથ પોલીસ, ભેંસાણ પોલીસ, બિલખા-મેંદરડા-વિસાવદર પોલીસ દ્વારા જાહેર સ્થળો, ફરજનાં સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અને જાહેરમાં થુંકવા બાબતે અનેક લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત માસ્ક ન પહેરવા અને થુંકવા બાબતે ગઈકાલે પ૪૦ કેસો અને ૧ લાખ ૮ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં જૂનાગઢ ડિવીઝન હેઠળ આવતાં પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં કુલ માસ્ક ન પહેરવા અને થુંકવા બાબતનાં ૯૭૬૭ કેસો થયા છે અને ૧૯,પ૩,૪૦૦નો દંડ ફટકારવામાં આવેલ છે તેમજ કર્ફયુ ભંગ અંગે ગઈકાલે પ૧ કેસ મળી કુલ ર૬૩ કેસો થયા છે અને ર૩ જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!