જૂનાગઢની મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં જયાબેન દોંગાની પ્રશંસનીય કામગીરી

0

હાલની વર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા છે તેમાંથી ઘણા ખરા કોરોના દર્દીઓનું મૃત્યુ પણ થયું છે જેમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ તથા અન્ય સ્ટાફ સહીત અન્ય કર્મચારીઓ પણ સંક્રમિત થતાં હોય છે. જ્યારે આ બધાની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે અને વોર્ડમાં સતત દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવવી તે એક જોખમી કામ છે. તેમ છતા પણ ભારતમાં કોરના એ પગ પેસારો કર્યો અને જુનાગઢ જીલ્લામાં પ્રથમ કોરોનાનો કેસ તા.૦૫-૦૫-૨૦૨૦ ના રોજ આવેલ ત્યારથી આજ દીન સુધી સતત વોર્ડમા ઇન્ચાર્જ સીસ્ટર તરીકે ફરજ બજાવતા જયાબેન દોંગા જે કોરોના પોઝિટિવ દર્દીના વોર્ડમાં દર્દીઓની સેવામાં સતત ખડે પગે રહીને પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. તેમની તંદુરસ્તી કાયમી જળવાઇ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરાઈ છે. આ માટે ગર્વ તો એટલા માટે છે કે જયાબેન દોંગા એક સ્ત્રી હોવા છતા પણ રાત-દિવસનો વિચાર કર્યા વગર પોતાની અવરીત ફરજ બજાવી રહયા છે ત્યારે આપણે ખરેખર કહેવુ પડે કે, ‘નારી તું નારાયણી’ આવા કર્મનિષ્ઠ કર્મચારી અને રિયલ કોરોના વોરિયર્સ જયાબેન દોંગાને કોટી કોટી વંદન. ‘મજબુર હુઇ જબ દીલકી દુવા તો તુમને દવાસે કામ લીયા, વો નબ્જ નહી ફીર થમને દી જીસ નબ્જ કો તુમને થામ લીયા. બીમાર હૈ જો કીસ ધર્મ કા હૈ તુમસે ના કભી યે ભેદ હુવા, સરહદ પે જો વર્દી ખાખી થી અબ ઉસકા રંગ સફેદ હુવા.’ નાની નાની મુશ્કેલીઓમાં ફરિયાદો કરવાનું બંધ કરીને જયાબેન દોંગાની જેમ જે સરકારી કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં નિષ્ઠા અને સમર્પણથી કામ કરીને રાષ્ટ્રભક્તિ અદા કરીએ. જૂનાગઢમાં કોરોના દર્દીની સેવામાં તત્પર જયાબેન દોંગા ખરા અર્થમાં ‘નારી તું નારાયણી’ની ભૂમિકા અદા કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!