સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનાં વધી રહેલાં કેસોનાં કારણે લોકો ભયભીત

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં જુન-જુલાઈ માસમાં કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો છે અને રાજાની કુંવરીની માફક દિવસે ન વધે એટલા રાત્રે કેસો વધી રહ્યાં છે. ત્યારે આનો ઉપાય શું ? તેવો સવાલ આજે ઘરે-ઘરમાં ચર્ચાનો વિષય બનેલ છે. રાજયનું સરકારી તંત્ર, કેન્દ્ર સરકાર, આરોગ્ય વિભાગ વગેરે દ્વારા કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર જાળવવું, મોઢે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જેવી સુચનાઓ સતત આપે છે. પરંતુ આ સુચના અનુસાર કાર્ય કરવા છતાં પણ કોરોના અટકવાનું નામ લેતો નથી ત્યારે નિષ્ણાંતોએ તારણ કાઢયું છે કે આંતર જીલ્લા અને અન્ય રાજયોમાંથી આવતાં લોકો ઉપર જાે રોક લગાવવામાં આવે તો જ આ ભયંકર મહામારીમાંથી છુટકારો મળી શકે તેમ છે.
લોકડાઉન દરમ્યાન જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં એક પણ કેસ કોરોનાનાં નોંધાયા નહોતાં. ખાસ કરીને વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા સતત ચેકીંગ રાખવામાં આવતું હતું અને અહીંથી કોઈને બહાર કે બહારથી કોઈને અંદર પ્રવેશવા દેવામાં આવતા નહોતા અને જેને લઈને એમ કહેવાતું હતું કે જૂનાગઢ શહેર અને જીલ્લો સલામત છે. પરંતુ આજે આ શહેર અને આ જીલ્લો અસલામત બની ગયો છે. લોકડાઉનનાં ૪ તબક્કા પૂર્ણ થયા બાદ અનલોકની બારાખડી શરૂ થયા બાદ આડેધડ નાગરીકો પરપ્રાંતમાં કામ કરતાં જૂનાગઢ જીલ્લાનાં નાગરીકો બહારગામથી જૂનાગઢમાં લગભગ દરેક સોસાયટીમાં ઠલવાયા છે અને જેનાં કારણે આજે જૂનાગઢ શહેરનો એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં કોરોનાનાં કેસ ન હોય આવી સ્થિતી વચ્ચે દરરોજનાં ર૦ થી રપ કેસો અને કયારેક તો અડધી સદી જેટલા કેસો કોરોનાનાં આવવાનાં કારણે આ જૂનાગઢ શહેર પણ હરતું-ફરતું જાેખમ જેવું બની ગયું છે. મુંબઈ, પુના, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, ભાવનગર, વાપી, સેલવાસ, ભૂજ-કચ્છ અને ભારતનાં અન્ય પ્રાંતમાંથી આવતાં લોકોનું આજે કોઈપણ પ્રકારનું ચેકીંગ થતું નથી. આવું સૌરાષ્ટ્ર-કચ્છનાં દરેક જીલ્લામાં ચાલી રહ્યુ છે. ચેકીંગ જ થતું નથી. અગાઉ બહારથી આવતાં લોકોનું પરિક્ષણ થતું હતું. ચેકીંગ થતું હતું તેમજ ફરજીયાત કવોરન્ટાઈન પણ કરી દેવામાં આવતાં હતાં. ૧૪ દિવસનો અજ્ઞાતવાસ પુરો કર્યા બાદ આવી વ્યકિત બહાર હરીફરી શકે તેવી છુટ આપવામાં આવી હતી એટલે જ જૂનાગઢ ગ્રિનઝોનમાં રહેલું હતું પરંતુ આજે હરવા-ફરવા ઉપર કોઈ જાતનું નિયંત્રણ નથી. બહારગામથી લોકો સતત આવી રહ્યાં છે. લોકો પોતાને ખુશ રાખવા માટે અને સામેવાળી વ્યકિતનું જરાપણ ધ્યાન રાખતાં નથી અને અનેક લોકો આજે એવા કોરોનાનો ભોગ બન્યાં છે જૂનાગઢ જીલ્લાનાં તમામ ગ્રામ્ય મથકે કોરોનાનાં દર્દીઓ વધી રહ્યાં છે કે કોઈની ઘરે બેસવા ગયાં હોય, પાડોશીઓને ત્યાં એકાબીજાને ત્યાં અવરજવર હોય, કોઈનાં સામાજીક પ્રસંગોમાં હાજરી પુરવા ગયા હોય અને કોરોનામાં સપડાઈ ગયા હોય આજે વારંવાર કહેવા છતાં પણ લોકો એકબીજાને મળવાનું ઓછું કરતાં નથી અને જેનાં કારણે કોરોનાનો ભોગ બની રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં કોરોનાનો સતત ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે ત્યારે ૯૯ ટકા કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું પણ બહાર આવ્યું છે. દરમ્યાન સોરઠનાં તમામ શહેરો અને જૂનાગઢ શહેર આજે ખતરાની ઉંડી ખાઈમાં છે ત્યારે સામાજીક સંસ્થાઓ, સેવાકીય મંડળો તેમજ જાગૃત નાગરીકો અને વહીવટી તંત્ર દ્વારા પણ કોરોનાનાં કેસો સામેની આ લડાઈમાં જંગ જીતવા માટે નવી પોલીસી ઘડવી પડશે અને જૂનાગઢ શહેર જેમ વહેલી સવારથી રાતનાં મોડે સુધી ધમધમી રહ્યું છે તેને બદલે સ્વૈચ્છિક રીતે જૂનાગઢ શહેરમાં ંતથા જીલ્લામાં બંધ પાળવામાં આવે અને અવરજવર ઉપર આંશીક પ્રતિબંધ મુકવામાં આવે તો જ આપણે જૂનાગઢ શહેરને અને જીલ્લાને બચાવી શકીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!