જૂનાગઢના શંભુનગરમાં રહેતા વૃધ્ધ અને માંગરોળના શાપુરની મહિલાનું કોરોનાને કારણે મૃત્યું : ૧૩૭ એકટીવ કેસ

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના થઈને કુલ મૃત્યુ આંક ૧૩ એ પહોંચ્યો છે. આ ચિંતાજનક પરિસ્થિતિમાં લોકોને સતત સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે અને વધુ ૪પ કોરોનાના કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાં ૧૪, જૂનાગઢ ગ્રામ્યમાં ૧૦, વિસાવદરમાં-ર, કેશોદ, ભેસાણ, માણાવદર, મેંદરડા, માંગરોળ તેમજ વંથલીમાં એક-એક કેસ કોરોનાનો નોંધાયો છે. જૂનાગઢનાં શંભુનગરમાં રહેતા પ૯ વર્ષના વૃધ્ધ અને માંગરોળમાં શાપુર ગામે ૪પ વર્ષીય મહિલાના કોરોનાને કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક ૧૩ ઉપર પહોંચ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ કેસ ૪૮૭ જયારે કુલ ૩૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના એકટીવ કેસ ૧૩૭ છે.જૂનાગઢ શહેરમાં કોરોનાના કુલ ૧૪ કેસ સામે આવેલ છે જેમાં જૂનાગઢના શંભુનગરમાં પ૮ વર્ષીય વૃધ્ધ, હેઠાણ ફળીયામાં ૩૭ વર્ષના યુવાન, અંબિકા ચોકમાં ૪પ વર્ષના યુવાન, જૂના કુંભારવાડામાં ૬૦ વર્ષીય પુરૂષ, પોસ્ટલ સોસાયટીમાં ૩૬ વર્ષના યુવાન, મોતીબાગ રોડ ઉપર ર૬ વર્ષીય યુવતિ, માંગનાથ રોડ ઉપર ૩૭ વર્ષીય મહિલા અને બે વર્ષના બાળક તેમજ બુકર ફળીયામાં ર૬ વર્ષીય યુવાન, ગિરનાર દરવાજા પાસે પ૦ વર્ષના પુરૂષ, સુદામા પાર્ક રોડ ઉપર રર વર્ષના યુવાન, ઝાંઝરડા રોડ ઉપર ૬૦ વર્ષના મહિલા, ત્રિલોકનગરમાં ર૬ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢ તાલુકામાં ભિયાળ ગામે ૪ર વર્ષના પુરૂષ, મજેવડીમાં ૩૮ વર્ષીય પુરૂષ, વડાલ ગામે ૭પ વર્ષના વૃધ્ધ, જામકા ગામે પ૮ વર્ષની મહિલા, ચોરવાડી ગામે ૪૦ વર્ષની મહિલા, બિલખામાં ૪ર વર્ષીય યુવાન અને ૪૦ વર્ષીય યુવાન તેમજ ૩૧ વર્ષનો યુવાન તથા ૪ર વર્ષનો યુવાન, મંડલીકપુર ગામે ૩ર વર્ષનો યુવાન, વિસાવદરના લીલીયામાં ૪ર વર્ષીય યુવાન, કાલાવડ ગામે ૭૦ વર્ષની મહિલા, ભેસાણમાં ર૮ વર્ષનો યુવાન, કેશોદમાં ૬ર વર્ષની મહિલા, માણાવદરના બુરી ગામે ૩૧ વર્ષની મહિલા, માંગરોળમાં ૬૦ વર્ષની મહિલા મેંદરડાના નાની ખોડીયાર ગામે ૧૯ વર્ષની યુવતિ અને વંથલીના કોયલી ગામે ૪પ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!