બામણાસા ઘેડ ખાતે જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરી માર મારતાં ૧ સામે ફરીયાદ

કેશોદ તાલુકાનાં બામણાસા ઘેડ ખાતે રહેતાં ઈન્દ્રેશભાઈ અરજણભાઈ વડીયાતરએ પોલીસમાં આ કામનાં આરોપી હિરેનભાઈ રમેશભાઈ ઓસાડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી ઈન્દ્રેશભાઈ તથા આરોપી હિરેનભાઈ બંને ભારતીય સેનામાં ફરજ બજાવતા હોય અને હાલ બંને રજા ઉપર હોય ત્યારે ફરીયાદી તેના ગામમાં પાદરમાં પોતાની મોટરસાયકલ ઉપર બેઠેલ હોય તે જગ્યાએ આરોપી હિરેનભાઈ પોતાની વરના કંપનીની ગાડી લઈને આવી ફરીયાદીને જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરી બોલાચાલી કરી અને ફરીયાદીને ગાલ ઉપર થપ્પડ મારી મોટરસાયકલ સાથે પછાડી દઈ અને પેટનાં ભાગે ઈજા પહોચાડી હતી તેમજ સાહેદ સાથે પણ ઝપાઝપી કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!