જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને ચોરવાડનાં વિશણવેલ તેમજ આછીદ્વા ખાતે જુગાર દરોડા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ.માલમ અને સ્ટાફે કસ્તુરબા સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૧૬૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જ્યારે વિસાવદર પોલીસ સ્ટેશનનાં એએસઆઈ આર.બી.દેવમુરારી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વિસાવદરમાં દરોડો પાડતાં ત્યાંથી ૭ શખ્સોને જુગાર રમતાં ૭૩પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. તેમજ અન્ય એક દરોડામાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જેતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે કેશોદનાં ઈન્દિરાનગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૩ શખ્સોને કુલ રૂા.૮૪૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધેલ છે. આ ઉપરાંત ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કરમટા અને સ્ટાફે વીશણવેલની રાતડા સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૭ શખ્સોને રૂા.૧૬રર૦ તથા ચોરવાડનાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ માઘાભાઈ અને સ્ટાફે ચોરવાડનાં આછીદ્વા ગામે જુગાર અંગે બે અલગ-અલગ દરોડા પાડી ૧૩ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!