કેશોદ ખાતે જુના મનદુઃખે સામસામી ફરીયાદ

0

કેશોદ ખાતે ઉતાવળી નદીનાં કાંઠે રહેતાં જીતુભાઈ અમુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, હુસેન ઈશાકભાઈ દલ તથા સમીર હમીદભાઈ બાબી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પત્ની કાજલે અગાઉ આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયા ઉપર પોલીસ કેસ કરેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો તથા તેનો ભાઈ હુસેન તથા સમીર હનીદભાઈ બાબીએ બોલાચાલી કરી ઝઘડો કરી તેની પાસેના કુહાડી, ધારીયા તથા છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ બનાવ અંગે સામાપક્ષે પણ સમીરભાઈ હમીદભાઈ બાબીએ જીતુ પરમાર, કાજલબેન જીતુભાઈ પરમાર, જીતુ પરમારના સસરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીના મિત્ર સલીમ ભુરીયા વિરૂધ્ધ આરોપી કાજલબેન જીતુભાઈએ થોડા દિવસ અગાઉ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી તેના ઘરે તેઓને ડરાવવા જઈ ગાળો કાઢતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!