૬પમાં સ્થાપના દિવસે ભારતીય મઝદુર સંઘ અનેકવિધ કાર્યક્રમો યોજશે

ભારતીય મઝદુર સંઘનાં ૬પમાં સ્થાપના દિવસ આવતીકાલ તા. ર૩ જુલાઈનાં રોજ સમગ્ર દેશભરમાં જીલ્લા મથક ઉપર સ્થાપના દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. ર૪ જુલાઈથી ર૯ જુલાઈ સુધી સરકાર જગાવો સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૩-૭-ર૦નાં રોજ બાલભવન ખાતે ટાઉન હોલ પાસે કાર્યકર્તા સંમેલન સાંજનાં ૬.૩૦ થી ૭ દરમ્યાન યોજાશે, તા. ર૪-૭-ર૦નાં રોજ આંગણવાડી, આશા વર્કર બહેનોના અગત્યનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કલેકટરને બપોરનાં ૧ર કલાકે આવેદનપત્ર અપાશે, તા. ર૭-૭-ર૦નાં રોજ જાહેર તથા ખાનગી પરીવહનનાં તેમજ વિદ્યુત કર્ચારીઓનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે, તા. ર૮-૭-ર૦ના રોજ પોસ્ટલ અને જાહેર ક્ષેત્રનાં કર્મચારીઓ માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને જાણ કરવામાં આવશે, તા. ર૯-૭-ર૦નાં રોજ બાંધકામ, બીડી, શ્રમિકોના પ્રશ્નો, નોંધણી બુક, બાંધકામ કામદારોનાં બાળકોને સ્કોલરશી, રૂા. ૧ હજારની સહાય વગેરે પ્રશ્નો માટે જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે તેમ અશોકભાઈ મેઘપરા, સુરેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવેલ છે#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!