સોમનાથ મંદિરે દર્શને આવતા સ્થાનીક ભાવિકો માટે પાસ સીસ્ટમ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાનત સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના બાદ મંદિર, સુરક્ષા અને તંત્રએ બેઠક કરી આગામી દિવસોમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે આગામી તા.૨૫ ને શનિવારથી પાસ સીસ્ટમ સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત અમલી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે સોમનાથ મંદિરમાં ભાવિકો માટેના દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર પરીસરમાં બનેલ ઘર્ષણની ઘટના બાદ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ, મંદિર સુરક્ષાના ડીવાયએસપી ઉપાઘ્યાય અને સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી. જેમાં શ્રાવણ માસ માટે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો પાસ સીસ્ટમ, ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિતના નિર્ણયો લેવામાં આવેલ હતા. આ તમામ નવા નિયમો તા.૨૫ જુલાઈને શનિવારથી લાગુ પડશે. જે અંગે માહિતી આપતા જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરએ વેરાવળ સિવાય અન્ય કોઇપણ શહેરો કે બહારગામથી આવતા ભાવિકોએ દર્શન કરવા આવતા પૂર્વે મંદિર ટ્રસ્ટની વેબસાઇટ WWW. SOMNATH. ORG ઉપર મુકવામાં આવેલ લીંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ભાવિકને દર્શન કરવા આવવા માટે દિવસ અને સમયનો એક મેસેજ મોકલવામાં આવશે. જે દિવસે અને સમયે ભાવિકે દર્શન કરવા આવવાનું રહેશે. જયારે સ્થાનીક વેરાવળના ભાવિકોને દર્શન કરવા માટે ફરજીયાત પાસ લેવાનો રહેશે. સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાય તે માટે મંદિરમાં દર કલાકે ૨૦૦ ભાવિકોને પ્રવેશ આપવા માટે તેટલા જ પાસ ઇસ્યુ કરવામાં આવશે. સ્થાનીક ભાવિકો મંદિર પરીસરની બાજુમાં આવેલ જુના પથિકાશ્રમની જગ્યાર ઉપર ઉભા કરાયેલા કાઉન્ટર ઉપરથી પાસ મેળવી શકશે. તા.૨૫ જુલાઈથી ભાવિકો સોમનાથ મંદિરમાં દર્શન માટે સમય સવારે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦, ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦, બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી ૯ઃ૧૫ નો રહેશે. આ તમામ નિયમોનો આગામી તા.૨૫ જુલાઈને શનીવારથી લાગુ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!