ગીર સોમનાથ જીલ્લામાંથી વધુ ૨૦ પોઝીટીવ કેસો આવ્યા

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાંથી ૨૦ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં જીલ્લા મથક વેરાવળમાંથી ૧૦ કેસો આવેલ જયારે બાકીના અન્ય તાલુકાઓમાંથી આવેલ છે. આમ કોરોનાના કુલ કેસો ૨૯૫ થયા છે. જેમાંથી ૧૪૪ એકટીવ કેસો છે અને ૧૪૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. ૯ લોકોના મૃત્યું થયા છે. ગઈકાલે પ્રથમ વખત એક દિવસમાં એકી સાથે ૧૦ પોઝીટીવ કેસો આવતા લોકોમાં ગભરાટ પ્રસરેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં દરરોજ કોરોનાના કેસોનો આંકડો ૨૦ આસપાસ આવી રહેલ છે. જેમાં છ તાલુકામાં ૨૦ કેસો આવેલ છે. વેરાવળ શહેરીમાંથી ૧૦ કેસો જેમાં ત્રણ આદિત્ય બીરલાનગરમાંથી, ગાંધીચોક, વખારીયા બજાર, શિવજીનગર, જલારામ ટોકીઝના વિસ્તારોમાંથી પોઝીટીવ કેસો આવ્યા છે. જયારે બાકીના જીલ્લાના તાલાલામાં ર, ઉનામાં ર, સુત્રાપાડામાં ર અને અન્ય સુરત ૩ તથા યુ.પી. ૧ પોઝીટીવ દર્દીઓ આવેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!