જૂનાગઢ એૈતિહાસિક હેરિટેજ ઉપરકોટનું રીસ્ટોરેશન કામગીરી માટે રૂા.૪૪.૪૬ કરોડ સરકાર દ્વારા ફાળવેલ છે, જેમાં ઉપરકોટમાં વર્ષો જૂની દરગાહો, મસ્જીદોનું રીનોવેશન, કન્ઝર્વેશન, રિસ્ટોરેશન, ડેવલોપમેન્ટ કામગીરી કરાવવા રજૂઆત કરાય છે. સરકાર હસ્તકનાં જૂનાગઢ જીલ્લાની ખાસ વિશ્વવિખ્યાત હેરિટેજ ઉપરકોટ કિલ્લાનું ગત તા. ૧૬-૭-ર૦ર૦ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાતમુહુર્ત કર્યું હતું. જૂનાગઢમાં ઉપરકોટનું મહત્વ ખૂબ જ છે જેની દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા રૂબરૂ મુલાકાત લઈ ઉપરકોટનાં રિસ્ટોરેશન માટે જાત નિરીક્ષણ કર્યું હતું. ર,૭ર,૪૯૦ ચોરસવારમાં ફેલાયેલા ઉપરકોટનાં કન્ઝર્વેશન, રિસ્ટોરેશન અને ડેવલોપમેન્ટની કામગીરી ગુજરાત સરકાર પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા કરવામાં કામ શરૂ થઈ ગયેલ છે જેમાં અડીકડી વાવ, અનાજ ભંડાર, ગાર્ડન એરીયા, વોચ ટાવર, નવઘણ કુવો, ફિલ્ટરેશન ટાવર, રાણકમહેલ(જામા મસ્જીદ વકફ ટ્રસ્ટ નોંધણી નં.૩ર૬), એમ્ફિ થિયેટર, બારૂદ ખાના ૧ અને ર, બુધ્ધ ગુફા, એન્ટ્રી એન્ડ એકિસટ ગેટ પણ આવરી લેવામાં આવે છે, ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ જેમ કે ટોઈલેટ બ્લોક, પાર્િંકગ, પીવાનાં પાણીની વ્યવસ્થા, બેન્ચીસ(બાંકડાઓ)નું સમાવેશ કરવામાં આવેલ છે. આ કિલ્લાનું ભૂતકાળમાં અનેક રાજવીઓ રાજા ઉગ્રસેન, રાગ્રહ, રા’નવઘણ, રાખેંગાર તેમજ નવાબ રસુલખાનજી બાબી દ્વારા સમારકામ કરાવેલું હતું. ત્યારે હાલમાં અહી મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રવાસન વિભાગનાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા રૂા.૪પ કરોડનાં ખર્ચે આ સમારકામ-જીર્ગોધારાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ઐતિહાસિક વિરાસત ધરાવતી ઈમારતો, કિલ્લાઓની સાથે શાહી જામા મસ્જીદ, ઉપરકોટ સ્થિત દરગાહોનું પણ નવીનીકરણ થાય તેવી જૂનાગઢ દરેક નાગરિકો વતી મોહંમદ અમીન કાદરીએ પત્ર દ્વારા અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews