સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.સોનારા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ઝાલણસર ગામ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જયેશભાઈ કાંતીભાઈ જાેટંગીયાનાં કબ્જા ભોગવટાના રહેણાંક મકાને જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૪પ૦૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. તેમજ ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ હૈદરઅલી ઈબ્રાહીમભાઈ અને સ્ટાફે ભેંસાણનાં રાણપુર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી પ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.પ૪૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ નાશી જનાર ર શખ્સોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત કેશોદ પોલીસે મેસવાણ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાં જાહેરમાં જુગાર રમતાં પ શખ્સોને કુલ રૂા.૪૦૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. તેમજ વંથલી પોલીસે નરેડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૩ શખ્સોને ૧૧પ૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે અન્ય એક દરોડામાં માણાવદર પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે કોઠડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૪ શખ્સોને જુગાર રમતાં ૬૩૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!