માંગરોળમાં ઉછીના દિધેલ રૂપિયા લેવા બાબતે બોલાવી અને બાદમાં ખુન કરી પુરાવાઓનો નાશ કરતાં ફરીયાદ નોંધાઈ

માંગરોળમાં ઉછીના દિધેલ રૂપિયા લેવા બાબતે બોલાવી અને બાદમાં કોઈપણ રીતે ખુન કરી પુરાવાઓનો નાશ કરતાં આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર માંગરોળનાં શાપુર રોડ ઉદ્યોગનગર ખેતાના ડેલાની સામે રહેતાં મહમદભાઈ ઈસ્માઈલભાઈ ખારીવાલાએ પોલીસમાં આ કામનાં આરોપી મહમદ ઈબ્રાહીમભાઈ મોભી અને તપાસમાં ખુલ્લે તેનાં વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ ગત તા.૧૬-૭-ર૦નાં આશરે સાંજના સાડા છએક વાગ્યા પછી કોઈપણ સમયે ફરીયાદીના પત્ની મરણજનાર નુરબાનુ ઉર્ફે નુરંજહાબેન મહમદભાઈ ખારીવાલાને ઉછીના દિધેલ રૂપીયા લેવા બાબતે બોલાવી કોઈપણ રીતે ઈબ્રાહીમભાઈ રમદાણની વાડીએ લાવી મારી નાંખી અથવા તો જીવતા કુવામાં નાંખી દઈ ખુન કરી પુરાવાઓનો નાશ કરી સાહેદ ફરજાનાબેનનાં પરીવારને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!