માંગરોળમાં હત્યાનાં આરોપી મહમદ મોભીએ પોલીસ સ્ટેશનના બીજા માળેથી છલાંગ મારી

માંગરાળમાં બનેલા હત્યાના ગુનામાં આરોપી તરીકે જેનું નામ ખૂલ્યું હતું એ શખ્સને પુછપરછ માટે માંગરોળ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને તેણે ભાગવા માટે બીજા માળેથી ઠેકડો મારતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. માંગરોળ જેતકમવાડી વિસ્તારમાં રહેતાં મહમદ ઇબ્રાહીમભાઇ મોભી (ઉ.વ.૩૫)એ માંગરોળ પોલીસ સ્ટેશનમાં બીજા માળેથી છલાંગ મારી દેતાં પ્રથમ માંગરોળ ત્યારબાદ જૂનાગઢ સારવાર અપાવી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. માંગરોળ પોલીસ મથકના પીએસઆઇ એન. કે. વીંજુડાએ જણાવ્યા મુજબ ગત ૧૬મીએ માંગરોળમાં કુવામાંથી નુરજંહાબેનની લાશ મળી હતી. જે બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું અને શકમંદોના નામ પણ સામે આવ્યા હતાં. જે પૈકી એક શકમંદ મહમદ મોભી પણ હોય તેને પુછતાછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તેણે ગભરાઇ જઇ ભાગી જવા માટે બીજા માળેથી ઠેકડો મારી દીધો હતો. પુછતાછ માટે લાવવામાં આવ્યો હોય જમવા માટે બીજા માળે બેસાડ્યો હતો. એ વખતે તેણે છલાંગ મારી દીધી હતી. હોસ્પિટલમાંથી રજા અપાયે આગળ કાર્યવાહી થશે તેમ જણાવ મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!