ગલીયાવાડ ગામે અગાઉનાં મનદુઃખે માથાકુટ : સામસામી ફરીયાદ નોંધાઈ

જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામ ખાતે રહેતાં આસ્ફાબેન જાબીરભાઈ સીડાએ પોલીસમાં આ કામનાં આરોપી સાહીલ ઈબ્રાહીમ સીડા ગામેતી, આરીફ ઈબ્રાહીમ સીડા, સાહીલની માસી મુમતાઝબેન ઓસમાણભાઈ, મીનાઝ, ઈઝમાબેન, ઈબ્રાહીમભાઈ તથા જુસબભાઈ તારમહમદ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ અગાઉનું મનદુઃખ રાખી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે સામાપક્ષે પણ મીનાઝબેન હમીદભાઈ સીડાએ પોલીસમાં આ કામનાં આરોપી રાહીસ્તાબેન સીડા, મેમુદાબેન આમદભાઈ, કાસમભાઈ આમદભાઈ, અફરોજાબેન આમદભાઈ, આમદભાઈ ઈબ્રાહીમભાઈ, આફરીનબેન આમદભાઈ, શબ્બીરભાઈ આમદભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં મામાનો દિકરો તથા માસીનો દિકરો ઘોડી લઈને આવતા હતા ત્યારે રસ્તામાં આ કામનાં આરોપી રાહીસ્તાબેન સીડા, મેમુદાબેન આમદભાઈ, અફરોજાબેન આમદભાઈ, આફરીનબેન આમદભાઈએ કહેલ કે અમારી સામે કેમ જાેવો છો અને કેમ મુછો ચડાવો છો તેમ કહી તમામ આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ અન્ય આરોપીઓ સાથે મળી એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીનાં ઘર પાસે આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી શરીરે મુંઢમારમારી ઈજાઓ કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!