ખંભાળિયા શાળામાં વિદ્યાર્થીઓની ફી ન વસૂલવાનાં સરકારનાં હુકમને આવકારતા વાલીઓ

0

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે બુધવારે એક પરિપત્ર જાહેર કરી, જ્યાં સુધી શાળાઓ નિયમિત રીતે ચાલું ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના વાલી પાસેથી ફી ન વસુલવા કે દબાણ ન કરવા ઉપરાંત વિદ્યાર્થીઓના ફીના કારણથી નામ રદ ન કરવા અંગેના હુકમને ખંભાળિયા જિલ્લાના વાલીઓએ આવકાર્યો છે. સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે. ત્યારે બંધ રહેલી શાળાઓ તથા અપુરતા શિક્ષણકાર્ય વચ્ચે શાળા સંચાલકો વિદ્યાર્થીઓની ફીના વસુલી શકે તે અંગેના હુકમ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવતી નથી. આ ઉપરાંત ખંભાળિયા સહિત જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા ચાલું રહેલું ઓનલાઈન શિક્ષણકાર્ય પણ આજથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!